દાહોદ : એક જ પરિવારની ચાર બાળકી ઢોર ચરાવવા ગયા બાદ પરત ન ફરી, તળાવમાંથી મળી લાશો

દાહોદના ગરબાડાના ગૂંગરડી ખાતે દુખદ બનાવ બન્યો હતો. ચાર બાળકીઓ તળાવમાં ડૂબી જતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. એક જ કુટુંબની ચાર બાળકીઓ તળાવમાં ડૂબી જવાથી પરિવાર દુખમાં સરી ગયો છે. ચારેય બાળકીઓ મજૂર પરિવારની કાકા-કાકાની બહેનો હતી.
દાહોદ : એક જ પરિવારની ચાર બાળકી ઢોર ચરાવવા ગયા બાદ પરત ન ફરી, તળાવમાંથી મળી લાશો

હરીન ચાલીહા/દાહોદ :દાહોદના ગરબાડાના ગૂંગરડી ખાતે દુખદ બનાવ બન્યો હતો. ચાર બાળકીઓ તળાવમાં ડૂબી જતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. એક જ કુટુંબની ચાર બાળકીઓ તળાવમાં ડૂબી જવાથી પરિવાર દુખમાં સરી ગયો છે. ચારેય બાળકીઓ મજૂર પરિવારની કાકા-કાકાની બહેનો હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સાંજે ગરબાડા તાલુકાના ગૂંગરડી ગામના માળ ફળીયાની આ ઘટના બની હતી. એક જ પરિવારની કાકા-કાકાની ચાર દીકરીઓ ઢોર ચરાવવા ગઈ હતી.  મોડી સાંજ સુધી બાળકીઓ ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. ત્યારે તળાવ પાસેથી બાળકીઓના કપડા મળી આવ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે, તળાવમા ન્હાવા ગયેલી બાળકીઓના ડૂબીને મોત નિપજ્યાં છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં શોધખોળ કરાઈ હતી. 6 કલાકની ભારે જહેમત બાદ મધરાતે ચારેય બાળકીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. એક જ પરિવારની 8 વર્ષ, 9 વર્ષ, 11 વર્ષ અને 12 વર્ષની એમ ચાર બાળકી મૃત્યુ પામતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. તો આ ઘટના બાદ ગૂંગરડી ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news