યુવતીઓના કપડા ઉંચા કરી માસિક ધર્મ તપાસવાની ચકચાર ઘટનામાં 4 સામે ફરિયાદ નોંધાઈ

ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલના મામલામાં ગાંધીનગર સુધી પડધા પડ્યા છે. ભૂજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છાત્રાઓના માસિક ધર્મની તપાસણીના વિવાદ બાબતે ભુજ એ-ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર કાંડમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં 3ને સસ્પેન્ડ કરાયા છે. પ્રિન્સીપાલ, રેક્ટર અને પ્યૂનને ફરજ મોકૂફ કરાયા છે. આ ઘટના મામલે મહિલા આયોગની ટીમ પણ આજે ભૂજમાં કોલેજની મુલાકાત લેશે.  
યુવતીઓના કપડા ઉંચા કરી માસિક ધર્મ તપાસવાની ચકચાર ઘટનામાં 4 સામે ફરિયાદ નોંધાઈ

રાજેન્દ્ર ઠાકર/ભૂજ :ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલના મામલામાં ગાંધીનગર સુધી પડધા પડ્યા છે. ભૂજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છાત્રાઓના માસિક ધર્મની તપાસણીના વિવાદ બાબતે ભુજ એ-ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર કાંડમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં 3ને સસ્પેન્ડ કરાયા છે. પ્રિન્સીપાલ, રેક્ટર અને પ્યૂનને ફરજ મોકૂફ કરાયા છે. આ ઘટના મામલે મહિલા આયોગની ટીમ પણ આજે ભૂજમાં કોલેજની મુલાકાત લેશે.  

કોરોના વાયરસથી મોતનો આંકડો 1600થી વધુ, પણ અસરગ્રસ્તોનો આંકડો સૌથી વધુ શોકિંગ છે 

ભૂજના મિરઝાપર રોડ પર સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં અંદાજે 60 છાત્રાઓના માસિકધર્મની કોલેજના પ્રશાસન દ્વારા વસ્ત્રો ઉતારી તપાસ કરાઈ હતી. આ ઘટના શરમજનક બનવા સાથે સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. રાજ્યના મહિલા આયોગે પણ તપાસ હાથ ધરી છે, ત્યારે ભૂજ એ ડિવિઝન પોલીસે સવારે નિવેદન નોંધ્યા બાદ સાંજે 4 સામે ફરિયાદ નોંધી છે. છાત્રાઓએ ફરિયાદ લખાવી છે. જેમાં આચાર્ય રીટાબેન, કો ઓર્ડિનેટર અનિતાબેન, પ્યુન નયનાબેન, સુપરવાઈઝર રમીલાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેવું ડીવાયએસપી જે.એમ. પંચાલે જણાવ્યું છે. 

એ ડિવિઝન પોલીસે કલમ 384, 355, 506, 509, 114ની કલમ અંતર્ગત ફરિયાદ નોંધી છે. નોંધનીય છે કે, ગઈકાલે છાત્રાઓ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. દરમિયાન આજે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ છાત્રાઓએ ફરિયાદ પાછી ખેંચી લેવા પોલીસ મથકે ઉહાપોહ મચાવ્યો હતો. જોકે, પોલીસે સમગ્ર મુદ્દે તપાસ કર્યા બાદ તટસ્થ કાર્યવાહીની વાત દોહરાવી છે 

ભારત પ્રવાસને લઈને ઉત્સાહી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર કહી દીધી મોટી વાત

વિદ્યાર્થીઓ થઈ હતી શરમથી પાણી પાણી...
આ મામલે વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. આ પછી માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. માસિક ધર્મની તપાસ કરાતા કોલેજની વિદ્યાર્થિનીઓના તીવ્ર વિરોધને પગલે સંચાલકોએ કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી હતી. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને ઓફિસમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ લખાવી લીધું હતું. તેમજ સંચાલકોએ વિદ્યાર્થિનીઓને એમ પણ જણાવી દીધું હતું કે, તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત જવા દો.

નોંધનીય છે કે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ પરિણામને લઈને ચિંતિત છે. તેમણે જણાવ્યું હતું કે, અમે સંસ્થાના તમામ નિયમોનું પાલન કરીએ છીએ. નિયમ તોડનારને સજા કરાય છે. અમે માસિક ધર્મનું પણ પાલન કરીએ છીએ. અમને છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. અમે સંચાલકો સામે પ્રદર્શન કર્યું છે, તેથી અમારા પરિણામ પર તેની અસર પડવાની શક્યતા છે. આથી અમારી વિનંતી છે કે અમારી કરિયર પર આની કોઈ જ અસર ન થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news