Gujarat Election 2022: કોંગ્રેસ એટલે કચ્છની દુશ્મન, અંજારમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી
Gujarat Assembly Election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચૂંટણી પ્રચાર માટે કચ્છના અંજાર પહોંચ્યા હતા. અહીં પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના વિકાસની વાત કરી હતી. પીએમ મોદીએ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છે કરેલી પ્રગતિની વાત કરી હતી.
Trending Photos
અંજારઃ પ્રધાનમંત્રી ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલીતાણા બાદ હવે કચ્છના અંજારમાં ચૂંટણી સભાને સંબોધવા માટે પહોંચી ગયા છે. નોંધનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 સીટો અને 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. તો 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
અંજારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
- પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 2022ની ચૂંટણી ખુબ મહત્વની છે.
- આઝાદીના 75 વર્ષ આપણે આન બાન અને શાન સાથે ઉજવ્યા.
- જે લોકોને શંકા હોય તેમણે કચ્છનો છેલ્લા 20 વર્ષનો વિકાસ જોવો જોઈએ.
- પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણી પાંચ વર્ષ નહીં આગામી 25 વર્ષની છે.
- 25 વર્ષ બાદ વિકસિત ગુજરાત કેવું હોવું જોઈએ તેની આ ચૂંટણી છે.
- 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ભારે તબાહી મચી હતી. લોકો કહેતા હતા કે કચ્છ બેઠું થશે નહીં.
- કચ્છ બેઠું પણ થયું અને આજે સૌથી ઝડપે ભારતમાં દોડી રહ્યું છે.
- હું દિલ્હીમાં હોઉ તો પણ મારો અવાજ કચ્છ પહોંચે છે.
- આ કચ્છની ધરતી કૌશલ્યની ધરતી છે, ઈચ્છાની ધરતી છે.
- કોંગ્રેસ એટલે કચ્છની દુશ્મન.
ભાજપે કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડ્યું.
- અમારા કચ્છે 2002માં નિર્ણય કર્યો હતો, મોદીની વ્હારે ચાલવું છે અને મોદીએ નક્કી કર્યું હતું, આ કચ્છને પહેલાં કરતા પણ આન, બાન, શાન સાથે ઊભું કરી દેવું છે.
- હવે કચ્છ પાણીદાર બન્યું છે. આ કોંગ્રેસે જોવાની જરૂર છે.
- કચ્છમાં પાણી ન પહોંચે તે માટે જે ષડયંત્ર કરતું, કોંગ્રેસની તેની સાથે ભાઈબંધી હતી.
- હું મુખ્યમંત્રી બન્યો ત્યારે સોગંધ લીધા કે કચ્છને પાણી આપવું અને આપ્યું પણ ખરું.
- મેકરણદાદાએ 400 વર્ષ પહેલાં લખેલું છે, કચ્છની ધરતીમાં સિંધુ, નર્મદા અને સરસ્વતીનો સંગમ થશે, મેકરણદાદાની વાત આજે સાચી પાડી દીધી છે.
- ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા.
- ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા રૂપિયા જમા કરાવ્યાં.
- જેમ માણસોના આધારકાર્ડ છે તેમ પશુઓને ઓળખ આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
- આપણા બહેનોનું જીવન સરળ થાય તે માટે કામ કરવાનું છે.
- કચ્છની બન્નીની ભેંસની ચર્ચા વિશ્વમાં થાય છે.
- અમે માત્ર વાતો કરનારા લોકો નથી, અમે કચ્છના રોટલા ખાધા છે.
- મિલેટીયન વર્ષથી આખઈ દુનિયામાં કચ્છ અને ગુજરાત દેખાશે.
- 2023માં આખી દુનિયા આ મોટા અનાજનું વર્ષ મનાવવાની છે, આપણા બાજરા, જુવાર, રાગીનો આખી દુનિયામાં ડંકો વાગવાનો છે.
- કચ્છમાં ટુરિઝ્મ વધ્યું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.
- રણોત્સવમાં પાંચ લાખ પ્રવાસીઓ આવે છે.
- વાયબ્રન્ટ વિલેજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
- સરહદી વિસ્તારના ગામડાઓ માટે યોજના લાગૂ કરવામાં આવી.
- કચ્છમાં શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક જોવા અનેક લોકો આવે છે.
- ધોલાવીરા હેરિટેજ તરીકે પ્રસ્થાપિત થયું છે.
- ધોળાવીરાને પર્યટનનું મોટું ક્ષેત્ર બનાવવા માટેના પ્રયાસો ચાલું.
- આ ચૂંટણી તો તમે લડી રહ્યાં છો.
- આ વખતે ચૂંટણીમાં દરેક રેકોર્ડ તોડવાના છે.
- દરેક પોલિંગ બુથમાં ભાજપને જીતાડજો, કમળ ખિલાવશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે