અંબાલાલ પટેેલે કહ્યું આ વખતે અઘરું પડશે! ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે અને પૂર આવશે

Ambalal Patel: આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ભારે વરસાદને પગલે ગુજરાતમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.

અંબાલાલ પટેેલે કહ્યું આ વખતે અઘરું પડશે! ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે અને પૂર આવશે

Ambalal Patel Prediction About Rainfalls/સપના શર્મા, ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ પોતાની બીજી ઈનિંગની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. હવામાન વિભાગે પણ આગામી ત્રણથી ચાર દિવસ ગુજરાત પર ભારે હોવાનું અનુમાન લગાવ્યું છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છેકે, આગામી ત્રણ થી ચાર દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે આ દરમ્યાન આગાહીકાર અંબાલાલ પટેલની એક આગાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર આવી શકે છે. આગામી 7 જુલાઈથી 12 જુલાઈ વરસાદની દ્રષ્ટ્રીએ ગુજરાત પર ભારે રહેશે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 7, 2023

— Zee 24 Kalak (@Zee24Kalak) July 7, 2023

ગુજરાતના આ વિસ્તારોમાં આવશે પૂરઃ
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પુર આવવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 7 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે બંગાળનું ઉપસાગર અને અરબસાગરના ભેજના કારણે ભારે વરસાદની સંભાવના છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં ભારેથી અતિભારે વરસાદને પગલે સમગ્ર ગુજરાતમાં એની અસર જોવા મળશે.

કયા જિલ્લામાં વિનાશ વેરી શકે છે વરસાદ?
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ભારે વરસાદને પગલે ગુજરાતમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તેથી આ વિસ્તારોમાં પુરનું જોખમ સૌથી વધારે રહેશે. પુરના કારણે આ જિલ્લાઓમાં ભારે નુકસાની પણ થઈ શકે છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 7, 2023

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યુંકે, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે. મહેસાણા, કડી, બેચરાજી, વિસનગર, સિદ્ધપુર, પાલનપુર, ડીસા અને થરાદમાં પણ ભારે વરસાદથી અતિભારે વરસાદની સંભાવના છે. 7 થી 12 જુલાઈ વચ્ચે મહેસાણામાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદની જયારે બનાસકાંઠામાં 8 ઇંચ વરસાદની સંભાવના છે. 

વધુમાં આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, રાજ્યના સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સાબરમતી નદી બે કાંઠે વહેશે. વડોદરા, આણંદ, તારાપુર, પેટલાદ, સાવલી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, છોટા ઉદેપુર,  દાહોદમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂરની શક્યતા છે. મધ્યપ્રદેશના ભારેથી અતીભારે વરસાદ થતા નર્મદા બે કાંઠે થઇ શકે છે. તાપીમાં નદીઓનું જળસ્તર વધશે. આ વરસાદનું વહન દરિયાકિનારે વહેણ આવી પહોંચતા દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. વરસાદ ગજવીજ અને વીજ પ્રાપાત થશે. હવામાન વિભાગના આદેશ મુજબ સચેત રહેવું યોગ્ય રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news