ગુજરાતના 2 મજેદાર viral video : રસ્તા પર લડી પડ્યા વર્ષો જૂના જાની દુશ્મન....

આ વીડિયોમાં સાપ અને નોળિયાની રોમાંચક લડાઈ છે. તો બીજા વીડિયોમાં કચ્છની એક દરગાહ હલી રહી છે

ગુજરાતના 2 મજેદાર viral video : રસ્તા પર લડી પડ્યા વર્ષો જૂના જાની દુશ્મન....

નિલેશ જોશી/રાજેન્દ્ર ઠક્કર/બ્યૂરો :વીડિયો જો મજેદાર હોય તો તેને વાયરલ થવામાં વાર નથી લાગતી. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લોકો મજેદાર વીડિયો (viral video) શેર કરતા રહે છે. જે બાદમાં વાયરલ થતા રહે છે. આવામાં ગુજરાતના બે મજેદાર વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયો વલસાડનો છે. આ વીડિયોમાં સાપ અને નોળિયાની રોમાંચક લડાઈ છે. તો બીજા વીડિયોમાં કચ્છની એક દરગાહ હલી રહી છે. જોકે, હાલ સોશિયલ મીડિયા પર આ બંને વીડિયો શેર થઈ રહ્યાં છે.  

સુરતના આ ડામયંડ ગણેશની ખ્યાતિ વિદેશ સુધી પહોંચી છે, તેની તસવીર રાખનારાનું નસીબ ચમકે છે 

પહેલો વીડિયો
આ વીડિયો કચ્છના ભૂજ તાલુકાનો છે. જેમાં ભુજ તાલુકાના હાજાપર ગામમાં મોટા પીરની દરગાહ હલતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાત્રે મોટાપીરની દરગાહ હલે છે અને અંદર કોઈ શ્વાસ લેતું હોય તેવુ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આમ, લોકોના કુતૂહલ વચ્ચે દરગાહ હલતી રહી હોવાનો આ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાયરલ થતા મોટા સંખ્યામાં લોકો દરગાહને જોવા પહોંચ્યા હતા. મોડી રાત્રે મોટી સંખ્યામાં દરગાહની બહાર ભીડ જોવા મળી હતી. 

બીજો વીડિયો 
વલસાડના પારડી તાલુકાના બગવાડાનો આ વીડિયો છે. જેમાં સારણ રોડ પર એકબીજાના જાની દુશ્મન કહેવાતા સાપ અને નોળિયાની લડાઈ જોવા મળી હતી. રસ્તા પર લડાઈનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. નોળિયા અને કોબ્રા સાપ વચ્ચેની મારામારી જોવા માટે પસાર થતા લોકો પણ ઉભા રહી ગયા હતા. રસ્તા વચ્ચે એવુ યુદ્ધ જામ્યું હતું કે, લોકોએ રોડ પર વાહનો ઉભા રાખી દીધા હતા અને મોબાઈલથી લડાઈને કેદ કરી રહ્યા હતા. જોકે, આ લડાઈમાં કોણ જીતે છે તે તો આખો વીડિયો જોશો તેમાં જ ખબર પડશે. 

— Dr Abdul Qayum, IFS (@drqayumiitk) August 18, 2020

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news