સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ

ભારે વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લઈ લીધું છે. ગુજરાતભરમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ એવા વિસ્તાર હશે, જ્યાં વરસાદ નહિ હોય. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. રાજકોટમાં પણ વરસાદ અનરાધાર 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર પંથક પણ 7 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું છે. તો બોટાદ પંથકમાં 10 થી 15 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Updated By: Aug 10, 2019, 08:28 AM IST
સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ

અમદાવાદ :ભારે વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લઈ લીધું છે. ગુજરાતભરમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ એવા વિસ્તાર હશે, જ્યાં વરસાદ નહિ હોય. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. રાજકોટમાં પણ વરસાદ અનરાધાર 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર પંથક પણ 7 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું છે. તો બોટાદ પંથકમાં 10 થી 15 ઇંચ વરસાદ ખાબક્યો છે.

 • જામનગર 4 ઈંચ 
 • ધ્રોલ 7 ઇંચ  
 • જોડીયામાં  અને લાલપુર 6 ઇંચ  
 • કાલાવડમાં 4 ઇંચ  
 • જામજોધપુરમાં 2 ઈંચ

અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ
અમદાવાદમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ અટકવાનું નામ જ નથી લેતો. અમદાવાદના અખબારનગર, પરિમલ ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રોડ-રસ્તા પર પાણી ફરી વળતા સવારે ઓફિસ જવા નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અમદાવાદ છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

 • ચકુડિયા 4.5 ઇંચ 
 • ઓઢવ 4 ઇંચ 
 • વિરાટ નગર 4 ઇંચ 
 • ટાગોર કંટ્રોલ 5 ઈંચ
 • ઉસ્માનપુરા 1.5 ઈંચ 
 • ચાંદખેડા 5 ઈંચ 
 • ગોતા 6 ઈંચ
 • સરખેજ 8.5 ઇંચ 

26 ટ્રેન કેન્સલ કરાઈ
ગુજરાતમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર પર મોટી અસર જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ટ્રેન મુસાફરી પર અસર પડી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની અસરને 26 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ લીધેલા નિર્ણય અનુસાર, હાલ સુધી 26 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. તેમજ 5 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે.