પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળીને પતિએ ઘડ્યું હત્યાનું કાવતરું, મહિલાને 3-4 લોકો સાથે હતા અનૈતિક સંબંધો

પતિએ પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળીને અને સમાજમાં થતી બદનામીને કારણે મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળીને પતિએ ઘડ્યું હત્યાનું કાવતરું, મહિલાને 3-4 લોકો સાથે હતા અનૈતિક સંબંધો

સુરત: સુરતના પાંડેસરામાં પુત્રની નજર સામે માતાને તેના જ પ્રેમીએ હત્યા કરી હોવાનું પતિએ પોલીસ પાસે નાટક કર્યું હતું. જોકે, પાંડેસરા પોલીસે આ મામલે ઉડાણપૂર્વક તપાસ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આખરે પાંડેસરા પોલીસે પતિની મોડીરાત્રે ધરપકડ માટેની તજવીજ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પતિએ પત્નીના માથામાં લાકડાનો ફટકો મારતા મગજ બહાર આવી ગયું હતું. અને પતિ પત્ની પાસે 4 કલાક બેસી રહી પ્રેમીને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. ત્યારબાદ 108ને જાણ કરી હતી.

સુરતમાં એક દિવસ એવો નહીં હોય એક હત્યા નો બનાવ સાંભળવા નહિ મળતો હોય તેવાં પાંડેસરા વડોદ ગામે ગણેશનગરમાં રહેતા સંજય મેદુશાહની પત્ની નંદીનીને તેના જ પ્રેમી અજય ગુપ્તાએ મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પતિએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જેના કારણે પોલીસે અજય ગુપ્તાને પકડી લાવી પૂછપરછ કરી જેમાં તેનું લોકેશન તેમના પોતાના ઘરનું આવતું હતું. અજયે હત્યા ન કરી હોવાનું જણાવ્યું હતું. છેવટે પોલીસે આ કેસમાં ઉડાણપૂર્વક તપાસ કરી તેના પતિને પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા હત્યાનો મામલો ઉકેલાયો હતો.

પતિએ પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળીને અને સમાજમાં થતી બદનામીને કારણે મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિએ પત્નીને રાત્રે 9 વાગ્યા આસપાસ લાકડાનો ફટકો માર્યો હતો. જેથી તેનું મગજ બહાર આવી ગયું હતું. ત્યારબાદ તેને રાત્રે 2 વાગ્યે 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર આર્થે લઈ આવ્યો હતો. જેને લઈ અનેત પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારબાદ પોલીસ તપાસમાં પતિ ભાંગી પડ્યો હતો. અને પત્નીની હત્યાની કબુલાત કરી પત્નીના પ્રેમીને ફસાવવાનું કાવતરું 5 કલાક સુધી ઘડ્યું હોવાનું પોલીસને જાણાવ્યું હતું.
surat-murder

ઘટનાની વાત કરવામાં આવે તો પતિએ રાત્રે ઊંધમાં પત્નીને લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં તેણે પત્નીના પ્રેમી અજય ગુપ્તા પર મામલો ઢોળી દેવા માટે નાટક કર્યું હતું. એટલું નહીં 108 એમ્બ્યુલન્સ જાણ કરી હતી. જ્યારે પાડોશીને આ બાબતે કોઈ જાણ કરી ન હતી. ટૂંકમાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિ સંજય મેઘુ શાહુની મોડીરાત્રે ધરપકડની કાર્યવાહી કરી હતી.

વધુ તપાસ શરૂ કરી પણ હાલમાં આ માસુમ બાળક માતા પિતા વગરનો થઈ ગયો એક બાજુ માતાનું મોત થયું અને હવે પિતા જેલ ના હવાલે. મહિલાના 3થી 4 જણા સાથે અનૈતિક સંબધ હતા અને પતિ આ બાબતે કંઈ બોલે તો પત્ની અને તેનો પ્રેમી બન્ને તેને મારતા હતા. જેના કારણે કંટાળીને પત્નીને મારી નાંખી હતી. માતાનું મોત અને પિતા જેલમાં જતા હવે પુત્ર નોંધારો થયો છે. આ લફરાને કારણે પતિએ 5 ઘરો પણ બદલ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news