શિક્ષક પતિ સંસ્કાર ભૂલ્યો, શિક્ષિકા પત્નીની હત્યા કરીને બે સંતાનોને લઈ ફરાર થઈ ગયો

નસવાડીના ગઢબોરીયાદ ગામે ચોંકાવનારી ઘટના બની છે. ગામમાં પોતાના બે સંતાનો સાથે રહેતી શિક્ષિકાની ગળું કાપી નિર્દયીપૂર્વક હત્યા કરવામા આવી છે. ત્યારે આ હત્યામાં શંકાની સોઈ સીધી તેના પતિ પર ગઈ છે, જે ગઈકાલે પત્નીને મળવા આવ્યો હતો, અને બાળકોને લઈને એકાએક ગુમ થઈ ગયો છે.

Updated By: Jan 19, 2020, 01:05 PM IST
શિક્ષક પતિ સંસ્કાર ભૂલ્યો, શિક્ષિકા પત્નીની હત્યા કરીને બે સંતાનોને લઈ ફરાર થઈ ગયો

જમીલ પઠાણ/છોટાઉદેપુર :નસવાડીના ગઢબોરીયાદ ગામે ચોંકાવનારી ઘટના બની છે. ગામમાં પોતાના બે સંતાનો સાથે રહેતી શિક્ષિકાની ગળું કાપી નિર્દયીપૂર્વક હત્યા કરવામા આવી છે. ત્યારે આ હત્યામાં શંકાની સોઈ સીધી તેના પતિ પર ગઈ છે, જે ગઈકાલે પત્નીને મળવા આવ્યો હતો, અને બાળકોને લઈને એકાએક ગુમ થઈ ગયો છે.

હાર્દિક પટેલ મુદ્દે પ્રિયંકા ગાંધી મેદાનમાં આવ્યા, તો નીતિન પટેલે બરાબરનું સંભળાવી દીધું કે...

પ્રાપ્ત માહિતી અનુસાર, ખરેડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા અલ્પાબેન ઝાલા પોતાના બે સંતાનો સાથે ગઢબોરીયાદ ગામે રહેતી હતી. અલ્પા ઝાલાનો પતિ મુકેશ સોલંકી આણંદ ખાતે શિક્ષકની નોકરી કરે છે. ગઈકાલે રાત્રે મુકેશ સોલંકી પત્ની તથા બાળકોને મળવા માટે આવ્યો હતો. જેના બાદ આજે અલ્પાબેનની લાશ તેમના ઘરમાં મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા તેમના પાડોશીએ જણાવ્યું કે, ગત રાત્રિએ મુકેશ સોલંકી ગઢબોરીયાદ આવ્યો હતો. આજે અલ્પાબેનની બહેને તેઓને ફોન કર્યો હતો, જેના બાદ તેઓનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. ત્યારે તેઓએ પાડોશીને ફોન કરીને અલ્પાબેન વિશે જાણ્યું હતું. તેઓએ ઘરમાં તપાસ કરતા અલ્પાબેનની ગળુ કાપેલી લાશ મળી આવી હતી. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

Pics : આ હસીના પર નજર કરતા પહેલા સો વાર વિચારે છે લોકો, તેના પિતા છે વિશ્વની સૌથી મોટી હસ્તી

સમગ્ર મામલે પોલીસને પતિ મુકેશે જ અલ્પાની હત્યા કરી હોવાની આશંકા છે. કારણ કે, આ હત્યા બાદ શિક્ષક પતિ બંને સંતાનોને લઈને ફરાર થઈ ગયો છે. તેમજ મુકેશ વારંવાર અલ્પા સાથે મારઝૂડ કરતો હોવાનો પણ તેની બહેને આરોપ લગાવ્યો છે. ત્યારે નસવાડી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક