હાર્દિક પટેલ મુદ્દે પ્રિયંકા ગાંધી મેદાનમાં આવ્યા, તો નીતિન પટેલે બરાબરનું સંભળાવી દીધું કે...
Trending Photos
અમદાવાદ :ગઈકાલ હાર્દિક પટેલ (Hardik Patel) ની થયેલી ધરપકડ મુદ્દે રાજકીય પક્ષોમાં હુંસાતુંસી જોવા મળી છે. હાર્દિક પટેલની ધરપકડ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi) એ BJP પર આરોપ લગાવતા કહ્યું કે, બીજેપી સતત હાર્દિક પટેલને પરેશાન કરી રહી છે. તે ખેડૂતોના અધિકાર અને યુવાઓના રોજગાર માટે લડી રહ્યાં છે. તો પ્રિયંકા ગાંધીની પ્રતિક્રીયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) પણ તેમને વળતો જવાબ આપ્યો હતો.
પ્રિયંકા ગાંધીની ટ્વિટ
પ્રિયંકા ગાઁધીએ હાર્દિકની ધરપકડ મામલે ટ્વિટમાં પોતાની પ્રતિક્રીયા આપતા કહ્યું કે, બીજેપી સતત હાર્દિક પટેલને પરેશાન કરી રહી છે. તે ખેડૂતોના અધિકાર અને યુવાઓના રોજગાર માટે લડી રહ્યાં છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલેને લોકોનો અવાજ ઉઠાવ્યો છે. તેમના માટે નોકરી માંગી છે અને તેમના માટે વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિની માંગ કરી છે. તેઓએ ખેડૂતો માટે પણ આંદોલન શરૂ કર્યાં છે, પરંતુ બીજેપી આ વર્ષે દેશદ્રોહ બતાવી રહી છે.
Congress leader Hardik Patel has been arrested near Viramgam (Ahmedabad district ) after a non-bailable warrant was issued against him in connection with a sedition case today. pic.twitter.com/YcP4GNsYxc
— ANI (@ANI) January 18, 2020
નીતિન પટેલનો પ્રિયંકાને વળતો જવાબ
પ્રિયંકા ગાંધીની ટિપ્પણી પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો કે, પ્રિયંકાબેનને કાયદાની ખબર હોવી જોઈએ. હાર્દિકની ધરપકડ કોર્ટના આદેશથી છે. કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે આરોપીએ હાજર રહેવાનું હોય છે. કોર્ટની મુદતમાં હાજર ન રહેતા વોરંટ નીકળ્યું હતું. આમાં રાજ્ય સરકાર કે પોલીસનો કોઈ રોલ નથી. દેશમાં આવા અનેક બનાવો બન્યા છે.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને રાજદ્રોહના મામલામાં અમદાવાદની એક ટ્રાયલ કોર્ટમાં રજૂ થવાનું હતું, પરંતુ તે રજૂ થયા ન હતા. તેના બાદ શનિવારે પોલીસે તેમની ધરપકડ કરીને 24 જાન્યુઆરી સુધી જેલમાં મોકલી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે