મોન્સૂન લેન્ડસ્કેપ! લોંગ વીકેન્ડમાં સીધી ફ્લાઈટ્સથી માણો મનપસંદ સ્થળોની મુસાફરી

Monsoon Tour: ચોમાસાની ઋતુમાં હરવા ફરવાની એક અલગ જ મજા હોય છે. ઘણાં લોકો મોનસુનમાં સ્પેશ્યિલ ટ્રિપનું પ્લાનિંગ કરતા હોય છે. ખાસ કરીને જો તમે પણ આ સિઝનમાં મોન્સૂન લેન્ડસ્કેપ ટૂરનો પ્લાન કરી રહ્યાં હોવ તો આ માહિતી તમારા માટે છે.

મોન્સૂન લેન્ડસ્કેપ! લોંગ વીકેન્ડમાં સીધી ફ્લાઈટ્સથી માણો મનપસંદ સ્થળોની મુસાફરી

Monsoon Tour: અમદાવાદ એરપોર્ટથી મનમોહક મોન્સૂન લેન્ડસ્કેપ માટે થઈ જાવ તૈયાર! લોંગ વીકેન્ડમાં સીધી ફ્લાઈટ્સથી માણો મનપસંદ સ્થળોની મુસાફરી...આ ચોમાસાને યાદગાર બનાવવાનો પ્લાન તૈયાર કરી લો, કારણ કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી આપ લોંગ વીકએન્ડમાં હરવાફરવા માટે સીધી ફ્લાઈટ્સથી મનપસંદ સ્થળોની મુસાફરી માણી શકો છો.
 
મનમોહક હિલ સ્ટેશનો:

લોનાવલા અને મહાબળેશ્વર: ધુમ્મસની ટેકરીઓ અને ઝરમર ધોધ વચ્ચે ચોમાસાના જાદુનો અનુભવ કરો. 2 આકાસા એર અને 3 ઇન્ડિગો ફ્લાઇટ દ્વારા અમદાવાદથી પુણે સુધીના અનુકૂળ જોડાણો સાથે આકર્ષક દૃશ્યો અને રોમાંચક ટ્રેક્સનો આનંદ લો.
 
મુન્નાર અને અલેપ્પી: મુન્નારના લીલાછમ ચાના બગીચાઓ અને અલેપ્પીના શાંત બેકવોટર્સ ચોમાસા દરમિયાન શાંતિના આશ્રયસ્થાન સમા છે. અમદાવાદથી ડાયરેક્ટ ઈન્ડિગો ફ્લાઈટ્સ તમને આ અદભૂત સ્થળોના નયનરમ્ય દર્શન કરાવશે.
 
ઉત્તર ભારતના ચોમાસાનો અદભૂત આનંદ માણો:
ઓલી: ઔલીના કુદરતી સૌંદર્યને નિહાળો. અમદાવાદથી જોલી ગ્રાન્ટ એરપોર્ટ સુધીની ડાયરેક્ટ ઈન્ડિગો ફ્લાઈટમાં આહલાદક હવામાનનો ભરપૂર આનંદ માણો.

જયપુર: ચોમાસાના આકાશમાં ગુલાબી શહેરની રહસ્યમય આભાના સાક્ષી બનો. અમદાવાદથી જયપુર એરપોર્ટ (4 ઈન્ડિગો, 1 સ્પાઈસ જેટ - સાપ્તાહિક) સુધી અમદાવાદથી સીધી ફ્લાઈટ્સ દ્વારા ભવ્ય કિલ્લાઓ અને મહેલોની ભવ્યતામાં તલ્લીન થઈ બનો.

દેહરાદૂન: હિમાલયના પ્રવેશદ્વાર દેહરાદૂનમાં કુદરતી સૌંદર્ય અને આધુનિક સુવિધાઓના સંયોગને માણો અને મસૂરી, હરિદ્વાર કે ઋષિકેશની સાહસિક સફર કરો. ઇન્ડિગો અમદાવાદથી દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ માટે સીધી ફ્લાઇટ્સ પૂરી પાડે છે.
 
પર્વતોની ઉપર મોનસૂન મેજિકનો નજારો માણો:
ગોવા: ચોમાસાના વરસાદમાં ગોવાની વાઇબ્રન્ટ ભાવના જીવંત બને છે. જાજરમાન દૂધસાગર ધોધ, ઐતિહાસિક ઈમારતો અને અગુઆડા કિલ્લાના આકર્ષણમાં તરબોળ બનો. અમદાવાદથી મોપા અને ડાબોલિમ એરપોર્ટ બંને માટે સીમલેસ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે:
 
o ઉત્તર ગોવાના અનુભવ માટે ઈન્ડિગો, સ્પાઈસજેટ અને અકાસા એર દ્વારા દરેક 1 ફ્લાઈટ સાથે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટની ઉડાન ભરો.
o દક્ષિણ ગોવાનુ સૌંદર્ય માણવા અમદાવાદ એરપોર્ટ તમને 2 ઈન્ડિગો અને 1 વિસ્તારા ફ્લાઇટ સાથે ડાબોલિમ એરપોર્ટ સુધી જોડે છે.
o કચ્છ: ચોમાસા દરમિયાન કચ્છના રણમાં છુપાયેલી સુંદરતાના સાક્ષી બનો. વિશાળ રણ મેદાનો પાણીની વન્ડરલેન્ડમાં પરિવર્તિત થાય છે. અમદાવાદથી ભુજ એરપોર્ટ સુધીની સ્ટાર એરની ફ્લાઈટ દ્વારા સુગમતાથી કચ્છ પહોંચો.

અમદાવાદ એરપોર્ટ તમારા ચોમાસાના અનુભવને અદભૂત અને આહલાદક બનાવવા મુસાફરીનો ઉત્કષ્ટ અનુભવ આપવા તત્પર છે. વ્યાપક નેટવર્ક અને અનુકૂળ જોડાણો સાથે અમદાવાદ એરપોર્ટ ચોમાસાની ઋતુના જાદુને નિહાળવાના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. તો રાહ કોની જૂઓ છો? આજે જ તમારા મોનસૂન એસ્કેપનું પ્લાનિંગ શરૂ કરો!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news