મોટર વ્હીકલ એક્ટ લાગુ કર્યાના પહેલા જ દિવસે વડોદરામાં પોલીસ કર્મચારીઓ પકડાયા, ડબલ દંડ ફટકારાયો

આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. ત્યારે આ દંડમાં પોલીસ અધિકારીઓને પણ સામેલ કરાયા છે. રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતાં જ વડોદરા ટ્રાફીક પોલીસે સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં ટ્રાફિક એસીપી અધિકારી સહિતના કર્મચારીઓને ડબલ દંડ ફટકાર્યો છે. 

મોટર વ્હીકલ એક્ટ લાગુ કર્યાના પહેલા જ દિવસે વડોદરામાં પોલીસ કર્મચારીઓ પકડાયા, ડબલ દંડ ફટકારાયો

રવિ અગ્રવાલ/વડોદરા :આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ (Helmet) ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. ત્યારે આ દંડમાં પોલીસ (Police) અધિકારીઓને પણ સામેલ કરાયા છે. રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) લાગુ થતાં જ વડોદરા ટ્રાફીક પોલીસે (Traffic Police) સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા (Vadodara)માં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં ટ્રાફિક એસીપી અધિકારી સહિતના કર્મચારીઓને ડબલ દંડ ફટકાર્યો છે. 

વડોદરામાં પોલીસની પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા પોલીસ કર્મચારીઓ સામે તંત્રએ જ લાલ આંખ કરી છે. પોલીસ હેડ કર્વાટર્સ, અકોટા પોલીસ લાઈન અને પોલીસ ભવન પાસે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અનેક પોલીસ કર્મચારીઓને ડબલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હકીકત તો એ છે કે, ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરતા અનેક પોલીસ કર્મીઓ પકડાયા છે. ટ્રાફીક એસીપી અધિકારી સહિત અનેક પોલીસ કર્મચારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, લોકોને દંડતા પોલીસ કર્મચારીઓ પણ અનેકવાર નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાતા હોય છે. ત્યારે આવામાં વડોદરા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જેના વખાણ લોકો પણ કરી રહ્યાં છે. 

આજથી કયા નિયમો લાગુ પડશે

  • વાહન પર મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. 
  • હેલ્મેટ ન પહેર્યું હોય તો 100 રૂપિયાનો દંડ થશે
  • ફોર વ્હીલર ચલાવતા સમયે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે. 
  • ટુ વ્હિલર પર ત્રિપલ સવારી હોય તો 100 રૂપિયા દંડ થશે.
  • ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થશે. નવા નિયમ પ્રમાણે થ્રી વ્હીલરને 1500, એલ.એમ.વીને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે.
  • લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક (PUC, license, RC book, insurance) સાથે ન હોય તો પહેલી વખતનો દંડ 500 રૂપિયા અને બીજી વખત દંડ થશે તો 1000 રૂપિયાનો કરવામાં આવશે.
  • અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા દંડ થશે.
  • ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવનારને ટુ વ્હિલરને 2000 રૂપિયા અને ફોર વ્હિલરને 3000 કે તેનાથી ઉપરનો દંડ ભરવો પડશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news