પાકિસ્તાનના વેપાર અંગેના નિર્ણયથી ગુજરાતના કેમિકલ ઉદ્યોગને પડશે મરણતોલ ફટકો

ભારત સાથેના દ્વીપક્ષીય વ્યાપારી સંબંધો કાપીને પાકિસ્તાને પોતાને ત્યાં તો મંદીને આમંત્રણ આપ્યું જ છે, પરંતુ તેની સાથે-સાથે ભારતના પણ કેટલાક ઉદ્યોગોને તેની અવળી અસર પડે તેવી સંભાવના છે 
 

પાકિસ્તાનના વેપાર અંગેના નિર્ણયથી ગુજરાતના કેમિકલ ઉદ્યોગને પડશે મરણતોલ ફટકો

ગૌરવ પટેલ/અમદાવાદઃ ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના, સાથે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે જુદા-જુદા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયથી ધૂંધવાઈ ગયેલા પાકિસ્તાને ભારત સાથેના દ્વીપક્ષીય વ્યાપારિક સંબંધોમાં કાપ મુકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી પાકિસ્તાને પોતાને ત્યાં તો મંદીને આમંત્રણ આપ્યું જ છે, પરંતુ તેની સાથે-સાથે ભારતના પણ કેટલાક ઉદ્યોગોને તેની અવળી અસર પડે તેવી સંભાવના છે. ગુજરાતના કેમિકલ ઉદ્યોગને મરણતોલ ફટકો પડે તેવી સંભાવના ગુજરાતના કેમિકલ વેપારીઓએ વ્યક્ત કરી છે. 

ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચર એશોશીએશનના હોદ્દેદારોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં ટેક્સટાઇલ્સ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં છે. જેનું રો મટીરીયલ અને કેમીકલ ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે. પાકિસ્તાને સંબંધો કાપી નાખતા તેના ખુદના ટેક્સટાઇલ્સ ઉદ્યોગને તો મરણતોલ ફટકો પડશે જ, પરંતુ સાથે-સાથે ભારતના કેમિકલ ઉદ્યોગોને પણ મોટું નુકસાન થશે. કારણ કે, ભારતમાંથી વર્ષે સરેરાશ રૂ. 3600 કરોડથી વધારેનું કેમીકલ પાકિસ્તાન નિકાસ કરવામાં આવે છે. 

છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી થયેલી કેમિકલ નિકાસ
વર્ષ      રકમ રૂ. કરોડમાં
2014-15    1644.10
2015-16    1300.42
2016-17    2140.01
2017-18    2377.34
2018-19    3656.29

રાજ્યભરમાં 15 ઓગસ્ટ સુધી સમગ્ર પોલીસ તંત્ર રહેશે એલર્ટ 
 
2018-19માં કયા કેમિકલની કેટલી નિકાસ 
કેમીકલ                     રકમ રૂ. કરોડમાં

ડાઇઝ                               707.05
ડાઇઝ ઇન્ટરમીડીયેટ          22.83
એગ્રોકેમીકલ                     216.26
ક્સટર ઓઇલ                    11.64
કોસ્મેટીક એન્ડ ટોઇલેટરી    363.82
ઇસ્ટેઇન ઓઇલ                 15.49
ઇનઓર્ગેનીક કેમીકલ         147.71
ઓર્ગેનીક કેમીકલ              2171.48

ડાયસ્ટફ મેન્યુફેક્ચરીંગ એસોસિએશનના હોદ્દેદારોએ ભારત-પાકિસ્તાનના વચ્ચેના કેમીકલના વેપાર અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ વ્યાપાર 3 થી 6 મહિનાની ક્રેડીટ પર ચાલતો હતો. હવે પાકિસ્તાન સરકારે અચાનક વ્યાપાર બંધ કરવાનો જે નિર્યણ લીધો છે, તેના કારણે ભારતના વેપારીઓની મોટી રકમ ત્યાં ફસાઈ જશે. આથી એસોશિએશન આ બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરશે.

એસોસિએશને વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનના નિર્ણયની સીધી અસર તેના પોતાના ટેક્સટાઇલ્સ ઉદ્યોગને પણ પડશે. કેમ કે, ભારત કરતાં સસ્તુ કેમિકલ કોઇ અન્ય દેશ પાકિસ્તાનને આપી શકે એમ નથી. વળી, બાંગ્લાદેશ અને વિયેટનામમાં ટેક્સટાઇલ ઉદ્યોગોની તકો ઘણી ઉજળી છે અને તે સીધી રીતે પાકિસ્તાન સાથે હરિફાઇમાં છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news