Black Friday: શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ દઈને પછડાયા

કોરોના વાઈરસને ભારતમાં વતા રોકવા માટે સરકાર પણ અનેક પગલાં લઈ રહી છે. જેને લઈને સરકાર તરફથી તમામ પ્રવાસીઓના વિઝા કેન્સલ કરવાના પગલાના કારણે આજે શેરબજાર લોહીલુહાણ થયેલું જોવા મળી રહ્યું છે.ગુરુવારે મોટા કડાકા બાદ આજે શુક્રવારે પણ શેરબજાર ક્રેશ થયું છે.

Black Friday: શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ દઈને પછડાયા

નવી દિલ્હી: કોરોના વાઈરસને ભારતમાં વતા રોકવા માટે સરકાર પણ અનેક પગલાં લઈ રહી છે. જેને લઈને સરકાર તરફથી તમામ પ્રવાસીઓના વિઝા કેન્સલ કરવાના પગલાના કારણે આજે શેરબજાર લોહીલુહાણ થયેલું જોવા મળી રહ્યું છે.ગુરુવારે મોટા કડાકા બાદ આજે શુક્રવારે પણ શેરબજાર ક્રેશ થયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોના વાઈરસને એક મહામારી તરીકે જાહેર કરાયા બાદ સેન્સેક્સ અને નિફ્ટીની હાલત ખરાબ થઈ. હાલાત એટલા ખરાબ થયા કે લોઅર સર્કિટ લગાવવી પડી અને કારોબાર  બંધ કરાયો.

ફરી બજાર ખુલ્યું તો શાનદાર રિકવરી
ત્યારબાદ બજાર 10.30 વાગે ફરીથી ખુલ્યું. બજાર ફરી ખુલ્યા બાદ સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. નિફ્ટીમાં પણ 637 અંકનો વધારો થયો હતો. 

અત્રે જણાવવાનું કે વિદેશી બજારોમાંથી મળેલા નિરાશાજનક સંકેતોથી વધેલી વેચાવલીના ભારે દબાણમાં સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટ ગગડીને 29687 પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી પણ 989 અંક ગબડીને 9059 પર પહોંચી ગયો. આ હાલાત જોતા શેરબજારમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી છે. આથી 45 મિનિટ માટે કારોબાર બંધ રાખવામાં આવ્યો. 

જુઓ LIVE TV

અમેરિકી શેરબજારમાં પણ ભારે ઘટાડો
અત્રે જણાવવાનું કે ગુરુવારે અમેરિકી શેર બજારમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. બેન્ચમાર્ક ડાઉ જોન્સ 2300 અંકોથી વધુ ગગડ્યો, જેના સંકેત લેતા એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. જાણકારોનું કહેવું છે કે કોરોના વાઈરસનો ડર અમેરિકી બજારમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ફક્ત એક જ દિવસમાં અમેરિકી બજારમાં 10 ટકા ઘટાડો જોવા મળ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news