ફોર્મ ભરતા પહેલા નરહરિ અમીનનો કોંગ્રેસને ટોણો, ‘તમારો આંતરિક મતભેદ ભાજપને જીતાડશે....’

રાજ્યસભાની ચૂંટણી (rajyasabha Election) માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન ફોર્મ ભરશે, તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી ફોર્મ ભરશે. રાજ્યસભાના જંગમાં ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીને (narhari amin) પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપના ત્રણેય ઉમેદવારની જીત થશે, અને કોંગ્રેસના મિત્રો પણ મને મત આપશે. તથા કોંગ્રેસની નારાજગીનો અમને લાભ મળશે. 
ફોર્મ ભરતા પહેલા નરહરિ અમીનનો કોંગ્રેસને ટોણો, ‘તમારો આંતરિક મતભેદ ભાજપને જીતાડશે....’

ઝી મીડિયા/અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણી (rajyasabha Election) માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન ફોર્મ ભરશે, તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી ફોર્મ ભરશે. રાજ્યસભાના જંગમાં ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીને (narhari amin) પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપના ત્રણેય ઉમેદવારની જીત થશે, અને કોંગ્રેસના મિત્રો પણ મને મત આપશે. તથા કોંગ્રેસની નારાજગીનો અમને લાભ મળશે. 

રોમાંચક બની રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારની કરી જાહેરાત

કોંગ્રેસના નેતાઓની નારાજગીનો મને મળશે લાભ - અમીન 
ફોર્મ ભરતા પહેલા નરહરિ અમીને ભાજપના ત્રણેય ઉમેદવારની જીત થશે તેવું કહ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો આંતરિક મતભેદ ભાજપને જીતાડશે. હું કોંગ્રેસમાં હતો ત્યારે જૂથબંધી હતી. મને કોંગ્રેસ અને અપક્ષના મત મળશે. ચૂંટણીના મેદાનમાં જીતવા તમામ પ્રયત્નો કરાશે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો દુખી છે. હું કોંગ્રેસના ધારાસભ્યોને મળી મને મત આપવા રજૂઆત કરીશ. કોંગ્રેસના નેતાઓની નારાજગીનો મને મળશે લાભ. હારજીતનો કોઈ સવાલ જ નથી, મારી જીત થશે. 

ભયંકર વાયરલ થયું આ પાકિસ્તાની ગીત, જેની શરૂઆતમાં લેવાય છે હિન્દુસ્તાનનું નામ

ભાજપે હરીભાઈનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો - લલિત વસોયા 
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપે નરહરિ નામની કરેલી જાહેરાત પર કહ્યું કે, ભાજપે પાટીદાર ફેક્ટરમાં હરિભાઈને હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ હથિયાર કારગત નહિ નીવડે. કોંગ્રેસના ધારાસભ્યો એકજૂથ રહેશે. પાટીદાર ઓબીસી દલિત આદિવાસી સહિતના ધારાસભ્યો એક લાઇનમાં રહીને કાંગ્રેસના ઉમેદવારને જીતાડશે. અહેમદ પટેલની ચુંટણી વખત કરતાં વધારે ખરાબ અનુભવ ભાજપાને થશે. ભાજપ તમામ રાજ્યોમાં તોડફોડની નીતિ અપનાવી ચૂકી છે. પક્ષ પલટો કરનાર નેતાઓનો પ્રજા એ જડબાતોડ જવાબ વિધાનસભાની ચુંટણીમાં આપ્યો છે.

વડોદરામાં 40 હજારની મેદની વચ્ચે પીએમ મોદી સભા સંબોધશે, આવો છે આખો કાર્યક્રમ  

કોંગ્રેસમાં ઉમેદવારોના નામોને લઈને અસંતોષ
રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં આવતીની સાથે જ કાર્યકર્તાઓને આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ અસંતોષ હોવાની વાતને સ્વીકારી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કહ્યું કે અમે અમારી લાગણીને હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું.

તો બીજી તરફ, ભરતસિંહને તેમના પરિવારજનોએ માથે તિલક કરીને શુકન કરાવ્યા હતા. ભરતસિંહ સોલંકી ફોર્મ ભરવા રવાના થયા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીનું નામાંકન માટે એઆઇસીસીએ મારી પસંદગી કરી છે. બે ઉમેદવારમાં એક હું અને બીજા શક્તિસિંહ છે. આજે રાજ્યસભાનું મહત્વ અનેક ઘણું વધી જાય છે. દેશની વ્યવસ્થા અને બંધારણ તથા પરિસ્થિતિ જે દિશામાં જઇ રહી છે ત્યાં રાજ્યસભા એવું અંગ છે, જેના પર દેશના નાગરિકોનો વિશ્વાસ રહેલો છે. નાગરિકોનું જીવન આર્થિક રીતે સદ્ધર થાય તો લોકસભામાંથી ખરડો પસાર થઇ રાજ્યસભામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news