રીક્ષાચાલક એસોસિયેશનને કહ્યું, અમારી માંગ સરકાર નહિ માને તો રાજ્યભરના રીક્ષાચાલકો હડતાળ કરશે

આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં રીક્ષાચાલકો (Rickshaw Union) હડતાળ પર ઉતર્યા છે. સવારે 6 વાગ્યાથી રિક્ષાચાલકો એક દિવસની હડતાળ (Strike) પર ઉતર્યા છે. જેને પગલે શહેરમાં ચાલતી લાખો રીક્ષાના પૈડા થંભી ગયા છે. રીક્ષા સ્ટેન્ડની અપૂરતી વ્યવસ્થા, નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) હેઠળ ભારે દંડની રકમનો વિરોધ, રિવરફ્રન્ટ (River Front) માં રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ રીક્ષાના વિમાની વધુ રકમ જેવા વિવિધ મુદ્દાઓના વિરોધમાં રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા છે. રીક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ રીક્ષા દોડતી નજરે ચઢી છે. તો બીજી તરફ, હડતાળને સફળ બનાવવા રિક્ષાચાલકો પ્રયાસ કરી રહ્યાં છે. 
રીક્ષાચાલક એસોસિયેશનને કહ્યું, અમારી માંગ સરકાર નહિ માને તો રાજ્યભરના રીક્ષાચાલકો હડતાળ કરશે

અમદાવાદ :આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં રીક્ષાચાલકો (Rickshaw Union) હડતાળ પર ઉતર્યા છે. સવારે 6 વાગ્યાથી રિક્ષાચાલકો એક દિવસની હડતાળ (Strike) પર ઉતર્યા છે. જેને પગલે શહેરમાં ચાલતી લાખો રીક્ષાના પૈડા થંભી ગયા છે. રીક્ષા સ્ટેન્ડની અપૂરતી વ્યવસ્થા, નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) હેઠળ ભારે દંડની રકમનો વિરોધ, રિવરફ્રન્ટ (River Front) માં રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ રીક્ષાના વિમાની વધુ રકમ જેવા વિવિધ મુદ્દાઓના વિરોધમાં રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા છે. રીક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ રીક્ષા દોડતી નજરે ચઢી છે. તો બીજી તરફ, હડતાળને સફળ બનાવવા રિક્ષાચાલકો પ્રયાસ કરી રહ્યાં છે. 

દિવાળી પહેલા રૂપિયાની બચત થાય તેવા ખુશખબર, સીંગતેલના ભાવમાં થયો ઘટાડો

અમદાવાદમાં 90 ટકા રીક્ષાચાલકોનું સમર્થન
ગુજરાત ઓટોરીક્ષા ડ્રાઈવર એક્શન કમિટીના મુખ્ય કન્વીનર અશોક પંજાબીએ આ હડતાળ વિશે કહ્યું કે, 90% રિક્ષાચાલકોએ આ હડતાળને સમર્થન આપ્યું છે. અમદાવાદમાં આશરે 2.20 લાખ જેટલા રીક્ષાચાલકોનું સમર્થન મળ્યું છે. જોકે, નવરાત્રિ હોવાથી સાંજે 6 વાગે હડતાળ પૂર્ણ કરાશે. પરંતુ જો સરકાર નહીં માને તો રાજ્યભરના આશરે 9 લાખ રિક્ષાચાલકો બંધ પાળશે. આગામી 10 તારીખની આસપાસ સંકલન કરીને રાજ્યવ્યાપી બંધનું આયોજન કરીશું.

અમદાવાદ રેલવે સ્ટેશન પર રીક્ષાચાલકોનું હડતાળને સંપૂર્ણ સમર્થન જોવા મળ્યું છે. સ્ટેશન ખાતે રીક્ષા માટે ફાળવેલા ટ્રેક પર રીક્ષાની જે લાંબી લાઈન જોવા મળતી હતી તે આજે ગાયબ છે. જેને કારણે અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચેલા મુસાફરો પરેશાન થયા છે. બહારથી આવતા મુસાફરો ટેક્ષી, BRTS અને AMTS બસોનો સહારો લેવા મજબૂર બન્યાં છે. અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ ખાતે પણ રીક્ષા ચાલકોએ હડતાળને સમર્થન આપ્યું છે. મુસાફરો ભરેલી રીક્ષામાંથી મુસાફરોને ઉતારવામાં આવી રહ્યા છે. આમ, પડતર પ્રશ્નોને લઈને રીક્ષા ચાલક એસોસિયેશન દ્વારા જાહેર કરાયેલી હડતાળની અસર શહેરમાં જોવા મળી રહી છે. 

તો બીજી તરફ, સ્કૂલ વર્ધી એસોસિયેશન આ હડતાળમાં ન જોડાયું હોવાનો દાવો કરાયો છે. અસમંજસ અને સંકલનના અભાવ વચ્ચે હડતાળની જાહેરાત કરાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. આમ, શહેરના જુદા જુદા વિસ્તારોમાં હડતાળની ક્યાંય વધુ તો ક્યાંય ઓછી અસર જોવા મળી રહી છે. તો કેટલાક વિસ્તારોમાં હડતાળને સફળ બનાવવા રીક્ષાચાલકો પ્રયાસ કરી રહ્યાં હોવાનું જોવા મળ્યું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news