VIDEO : મસૂદ અઝહર પર પ્રતિબંધ, 130 કરોડ દેશવાસીઓની સફળતાઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આ નવું ભારત છે અને નવા ભારતની આ લલકાર છે. આજે ભારતની વાતને કોઈ નજરઅંદાજ કરી શકે નહીં. હું ભાર મુકીને કહું છું કે આ તો હજુ શરૂઆત છે, આગળ જોતા રહો, શું શું થાય છે."
 

VIDEO : મસૂદ અઝહર પર પ્રતિબંધ, 130 કરોડ દેશવાસીઓની સફળતાઃ પીએમ મોદી

જયપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસુદ અઝહર પર પ્રતિબંધ લગાવાની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આ 130 કરોડ દેશવાસીઓનો વિજય છે. આ નવું ભારત છે અને નવા ભારતની આ લલકાર છે. આજે ભારતની વાતને કોઈ નજરઅંદાજ કરી શકે નહીં."

પીએમ મોદીએ કહ્યું કે, "ભારતને આતંકવાદ સામે ઐતિહાસિક સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પુલવામા આતંકવાદી હુમલાનો દોષિત મસુદ અઝરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો છે. આજે દેશ માટે ગર્વનો દિવસ છે. આતંકના મુદ્દે સમગ્ર વિશ્વ ભારતની પડખે રહ્યું છે."

— ANI (@ANI) May 1, 2019

મોદીએ વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, આશા રાખું છું કે તેઓ આજે જશ્ન મનાવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આ નવું ભારત છે અને નવા ભારતની આ લલકાર છે. આજે ભારતની વાતને કોઈ નજરઅંદાજ કરી શકે નહીં. હું ભાર મુકીને કહું છું કે આ તો હજુ શરૂઆત છે, આગળ જોતા રહો, શું શું થાય છે."

વડાપ્રધાને કહ્યું કે, "આ માત્ર મોદીની સફળતા નથી, પરંતુ સમગ્ર ભારતની સફળતા છે. આજે ભારત માટે, દરેક ભારતીય માટે અત્યંત ગર્વનો દિવસ છે. મારી હાથ જોડીને પ્રાર્થના છે કે કોઈ રાજકીય પક્ષ આવા ઉત્સાહ અને આત્મવિસ્વાસના વાતાવરણમાં મહેરબાની કરીને કોઈ મિલાવટ ન કરે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news