હોરર ફિલ્મો જેવું સુરતનું ઘર, આપમેળે ફાટે છે કપડા-રૂપિયા.. બાળકને શરીરે થાય છે એવું એવું કે...

 આજના આધુનિક યુગમા સુરતમા એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતના વેડરોડ વિસ્તારમા રહેતા ચાવડા પરિવારને ત્યા છેલ્લા ચાર મહિનાથી ઘરના તમામ કપડા જાતે જ ફાટી જાય છે. સંચા મશીનના વાયર તુટી જાય છે. એટલું જ નહિ, ઘરના મંદિરમા મૂકેલા રૂપિયાની નોટ પણ ફાટી જતા હોવાના દ્રશ્યો બની રહ્યા છે. ઘરના પૌત્રના સ્કુલનો ગણવેશ ફાટી તેના શરીરે ઉઝરડા પડી રહ્યા છે. આ ઘટનાને પગલે ઘરમાં રહેતા લોકોની સાથે સ્થાનિક લોકોમા પણ ભયનો માહોલ સર્જાયો છે.

હોરર ફિલ્મો જેવું સુરતનું ઘર, આપમેળે ફાટે છે કપડા-રૂપિયા.. બાળકને શરીરે થાય છે એવું એવું કે...

ચેતન પટેલ/સુરત : આજના આધુનિક યુગમા સુરતમા એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતના વેડરોડ વિસ્તારમા રહેતા ચાવડા પરિવારને ત્યા છેલ્લા ચાર મહિનાથી ઘરના તમામ કપડા જાતે જ ફાટી જાય છે. સંચા મશીનના વાયર તુટી જાય છે. એટલું જ નહિ, ઘરના મંદિરમા મૂકેલા રૂપિયાની નોટ પણ ફાટી જતા હોવાના દ્રશ્યો બની રહ્યા છે. ઘરના પૌત્રના સ્કુલનો ગણવેશ ફાટી તેના શરીરે ઉઝરડા પડી રહ્યા છે. આ ઘટનાને પગલે ઘરમાં રહેતા લોકોની સાથે સ્થાનિક લોકોમા પણ ભયનો માહોલ સર્જાયો છે.

સુરતના વેડરોડ વિસ્તારમા એક અજીબોગરીબ અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહી છેલ્લા પાચ વર્ષથી ચાવડા પરિવાર રહે છે. જેમા મનસુખભાઇ, ભાનુભાઇ તથા તેમનો પૌત્ર હાર્દિક રહે છે. જો કે છેલલા ચાર મહિનાથી ઘરની અંદર રાખેલા કપડા એની જાતે ફાટી જાય છે. ઘરના તમામ સભ્યોના કપડા ફાટી જાય છે. ઘરમા મૂકેલી ઘંટીના વાયરના ટુકડા થઇ જાય છે. આ ઉપરાંત મંદિરમા મુકેલા રૂપિયાના પણ ટુકડા થઇ જાય છે. આટલુ ઓછુ હોય તેમ તેમના પૌત્ર હાર્દિક સ્કુલેથી આવે એટલે તુંરત જ તેના ગણવેશ ફાટી જાય છે તથા શરીર પણ ઉઝરડા પડી જતા હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાવડા પરિવારે આ વાત જણાવતા પહેલા તો આડોશી-પાડોશીઓએ તેમની વાતનો વિશ્વાસ કર્યો ન હતો. જોકે બાદમા આ રીતની ઘટના સતત સામે આવી હતી. ઘર બંધ કરીને બહાર ગયા હોય તો પણ ઘરના કપડા તથા ઘરઘંટીનો વાયર તુટી જવાની ઘટના સામે આવી હતી. જેથી પાડોશીઓ પણ તેમની વાત પર વિશ્વાસ કરવા લાગ્યા.

Surathime.jpg

સ્કુલ સંચાલક પણ ચોંકી ઉઠ્યા 

આ ઘટનાની જાણ જ્યારે સ્કુલના સંચાલકોને થઇ ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓ પણ હાર્દિકના ઘરે ગયા હતા ત્યા તપાસ કરી હતી. જો કે તેમને કંઇ ખાસ જણાયુ ન હતુ. જો કે બાદમા એવુ બનતુ હતુ કે હાર્દિક સ્કુલેથી ઘરે જાય એ દરમિયાન તેના કપડા ફાટી જતા અને તેના શરીરે ઉઝરડા પડી જતા હતા. 

ઉલ્લેખનીય છે ગકે, ઘરના કોઇ સભ્ય દ્વારા આ હરકત કરવામાં આવી રહી હોવાની આશંકા સત્યશોધક સંસ્થાના પ્રમુખે વ્યક્ત કરી છે. હાલ આ વાતની પુષ્ટિ કરવા તેઓએ પોતે પોતાના કપડા આ ઘરમા મૂકશે તથા રૂપિયા પણ મંદિરમા મૂકશે તેવું જણાવ્યું છે. આ ઉપરાંત ઘરમાં સીસીટીવી કેમેરા ગોઠવણ કરી સમગ્ર ઘટના પર નજર રાખવામા આવશે. 

આ સમગ્ર ઘટના હાલ તો અંધશ્રદ્ધાથી જોવાઇ રહી છે. હવે સત્ય શોધક સમાજ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરશે ત્યારે દૂધનુ દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news