સુરત: એમ્રોડરીના કારખાનામાં લાગી આગ, ગુગળાઈ જતા એક કારીગરનું મોત

શહેરના ઉધના બીઆરસી નજીક આવેલ લકી ટિમ્બર ખાતે જય બજરંગ એમ્બ્રોડરીના કારખાનામાં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગતા કારીગરનું ગુગળાઈ જવાથી મોત નીપજયું છે. 

સુરત: એમ્રોડરીના કારખાનામાં લાગી આગ, ગુગળાઈ જતા એક કારીગરનું મોત

ચેતન પટેલ/સુરત: શહેરના ઉધના બીઆરસી નજીક આવેલ લકી ટિમ્બર ખાતે જય બજરંગ એમ્બ્રોડરીના કારખાનામાં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગતા કારીગરનું ગુગળાઈ જવાથી મોત નીપજયું છે. સુરતના ઉધના બીઆરસી ખાતે આવેલ લકી ટિમ્બરની ગલીમાં જય બજરંગ એમ્બ્રોડરીના કારખાનામાં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગી જવા પામી હતી. 

આગ ના કારણે કારખાનાની અંદરથી તાળું મારી સૂતેલો કારીગરનું ગુગળાઇ જવાતી મોત નીપજયું છે. આઠ દિવસ પહેલા ગામથી આવેલો મૂળ બિહારનો વતની 30 વર્ષીય સૂરજ બોહારી કારખાનામાં એમ્બ્રોડરી ઓપરેટર તરીકે કામ કરી કારખાના માજ રહેતો હતો .ગત રોજ રક્ષા બંધન હોવાતી કારખાનામાં રજા હતી.

જામનગર: બે માળનું મકાન ધરાશાયી, બે લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

કારીગર સુરજ કારખાના દરવાજાને તાળું મારી એકલો સૂતેલો હતો રાત્રી દરમિયાન 11 વાગ્યાના અરસામાં આચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી જતા કારીગર એ પોતાનો જીવ બચાવવા કારખાના માલિકને આગની ઘટનાને લઈ કોલ કરી જાણ કરી હતી કારખાના માલિકે ખાતામાં રાખેલ ફાયર સાધન વડે આગને કાબૂમાં મેળવી તેનો બચાવ કરવા જણાવ્યું હતું પણ તેણે ફાયર સાધન ઓપરેટ કરતા ન આવતા હોવાનું જણાવ્યું હતું ફોન પર વાત કરતા કરતા તેનો સંપર્ક તૂટી ગયો હતો. 

જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા સિંગતેલનાં ભાવમાં ભડકો, જાણો કેટલો થયો વધારો

ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે આવી દરવાજો તોડી આગ પર કાબુ મેળવી કારીગરને ગુગળાઈ ગયેલી હાલતમાં બહાર કઢાયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જતા ટૂંકી સારવાર બાદ ગુગડળાઇ જવાથી મોત નીપજ્યું હતું આગની ઘટનામાં મશનરી અને સામાન બળીને ખાખ થઈ ગયા હતો.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news