સુરત કરૂણાંતિકા: ટ્યૂશન સંચાલકની ધરપકડ, બે બિલ્ડીંગ માલીક ફરાર- પોલીસ કમિશ્નર સતીશ શર્મા
શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 20 વિદ્યાર્થીઓ મોત થયા છે. જને લઇ આજે સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
Trending Photos
સુરત: શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 20 વિદ્યાર્થીઓ મોત થયા છે. આ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત દોડી ગયા હતા અને ઘાયલોની મુલાકાત લઈને તેમની સારવારની પુરતી વ્યવસ્થા કરવાની સુચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. અને સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપાવમાં આવ્યો છે. ત્યારે આજે સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
શહેર પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરેન્સ કરી જણાવ્યું કે, ગઇકાલે તા.24-05-2019ના રોજ બપોરના 3.30 વાગ્યાની સરથાણા જકાતનાકા પાસે તક્ષશીલા બિલ્ડીંગમાં આગ લાગી હતી. જેમાં 20ના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ છે. આ ઘટનાની જાણ પોલીસને થતા અમે તાત્કાલી સ્થળ પર પહોંચી ગયા અને અમારા સિનિયર અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે તાત્કાલીક રેસ્ક્યુ કામમાં ફાયર બ્રિગેડની અને બીજા લોકોની મદદ કરી હતી. પોલીસે આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં જવાબદાર વિરૂધ ગુનો દાખલ કર્યો છે. જેમાં ઇન્ડિયન પીનલ કોર્ટની કલમ 304 અને 308 અને 114 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Satish Sharma, Commissioner of Police Surat: 20 people have died & more than 20 have been injured in the fire that broke out in Surat yesterday. An FIR has been registered against three people. #Gujarat pic.twitter.com/psDRwi7v0P
— ANI (@ANI) May 25, 2019
પોલીસે રાહત કામગીરી કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી હતી અને ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં બે બિલ્ડીંગ માલીકો સહિત ટ્યૂશન ક્લાસના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બિલ્ડીંગ માલિકોમાં એક હર્ષલ વેકરિયા અને બીજો જિગ્નેશ પાઘડા સહીત ટ્યૂશન સંચાલકની સામે ગુનો દાખલ કર્યો છે. ગતકાલ મોડી રાત્રે મુખ્ય આરોપી ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી છે. જ્યારે કોમ્પ્લેક્ષના બિલ્ડર ફરાર છે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચના એસીપી સરવૈયાને સોંપવામાં આવી છે. અત્યારે ઘટના સ્થળની ફોરેન્સીકના નિષણાતોની સાથે એફએસએલ તપાસ ચાલી રહી છે.
આ ઘટના ખુબજ દુ:ખર્દ ઘટના છે, અન તેને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ ટ્યૂશન ક્લાસીસ પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ તમામ ક્લાસીસોની ફાયર સેફ્ટી બાબાતે ચકાસણી કરવામાં આવ્યા બાદ કલાસીસ શરૂ કરવા દેવામાં આવશે. પ્રતિબંધમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે, જેમાં આ ટ્યુશન ક્લાસીસના માલીકોને ફાયર ડિપાર્ટમેન્ટમાંથી એનઓસી સર્ટીફિકેટ મેળવ્યયા બાદ તેની એક નકલ ક્લાસીસના દરવાજા પર લગ્વાય બાદ શરૂ કરી શકશે. અને જેમની પાસે ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ છે તેઓ ક્લાસીસના દરવાજા પર સર્ટીફિકેટ લગાવી ક્લાસ શરૂ કરી શકે છે. આ ઘટનામાં પોલીસ જે લોકોના પ્રિયજનો હોમાયા છે તેમની સાથે સંવેદના રાખે છે અને બધાને ખાતરી આપીએ છે કે, જે જવાબદાર લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે