લંપટ : સુરતમાં ફરી સાધુની કામલીલાનો પર્દાફાશ, સ્વામીનારાયણ મંદિરના મહંતે ગુજાર્યો બળાત્કાર

ડભોલી ચારરસ્તા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર મહંત પ્રભુસ્વામીના 24 વર્ષના શિષ્યએ કતારગામની 20 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઇ હતી.

લંપટ : સુરતમાં ફરી સાધુની કામલીલાનો પર્દાફાશ, સ્વામીનારાયણ મંદિરના મહંતે ગુજાર્યો બળાત્કાર

સુરત: સુરતમાં લંપટ સાધુની કામલીલાનો પર્દાફાશ થયો છે. ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 24 વર્ષીય યુવતી સાથે લંપટ સ્વામીએ બે વાર દુષ્કર્મ આચર્યુ હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. યુવતીની માતાની સારવાર માટે રૂપિયા આપવાના બહાને સ્વામીએ યુવતી સાથે શારિરિક સબંધ બાંધ્યો હતો. યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર સ્વામી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે લંપટસ્વામીની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનાર યુવતીને મેડિકલ એકઅપ માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડભોલી ચારરસ્તા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર મહંત પ્રભુસ્વામીના 24 વર્ષના શિષ્યએ કતારગામની 20 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઇ હતી.

પીડીતાના જણાવ્યા અનુસાર 15 દિવસ પહેલા પણ યુવતી સાધુ પાસે આવી હતી તે વખતે પણ સાધુ તેને હવસનો શિકાર બનાવી હતી. ડભોલી સ્વામીનારાયણ મંદિરની બાજુમાં સાધુઓ માટે રહેવા માટે રૂમો બનાવી છે. રસોડું સંભાળતા સાધુએ મંગળવારે યુવતીને ત્યાં પૈસા લેવા માટે બોલાવી હતી. બપોરના સમયે મંદિરમાં કોઈ ન હોય એવા સમયે બોલાવી હવસ સંતોષી હતી. 15 દિવસ અગાઉ પણ તેને દુષ્કર્મ કર્યું હતું. બે વખત બળાત્કાર ગુજારતાં આખરે કંટાળેલી યુવતીએ આ ઘટનાની તેના પિતાને વાત કરી હતી. જેથી તેઓ ત્યાં દોડી આવ્યા હતા.

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે તેની માતાને આંગળીમાં ગંભીર ઇજા થઇ હતી. તેઓ કામરેજની હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જયાં ડોકટરે માતાની આંગળીનું ઓપરેશન કરવાની વાત કરતા ઓપરેશન માટે પૈસાની જરૂર હતી. આ દરમ્યાન અઠવાડિયા પહેલાં જ જીઆઇડીસી વિસ્તારમાં તે પૈસાની મદદ માટે ગઇ હતી ત્યારે એક મહિલા સાથે તેણીનો ભેટો થયો હતો. તે મહિલાએ પ્રભુસ્વામીના શિષ્યનો મોબાઇલ નંબર પીડિતા યુવતીને આપ્યો હતો. જેથી કોલ કરી યુવતીએ સ્વામીને પૈસાની જરૂરિયાત અંગે વાત કરી હતી. 

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ યુવતીને પૈસાની લાલચ આપી મંદિરમાં બોલાવી હતી. જ્યાં મંદિરના રૂમમાં તેઓ જયાં રહે છે ત્યાં સાધુએ યુવતી સાથે જબરદસ્તી કરી પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. કુકર્મ બાદ કોઇને પણ કંઇ કહેશે તો બદનામ કરવાની અને જાનથી મારી નાંખવાની પણ ધમકી સાધુએ આપી હતી. જે તે સમયે હેબતાઇ ગયેલી યુવીત ત્યાંથી ભાગી ગઇ હતી.

દરમ્યાન સાધુએ આજે ફરી કોલ કરી તેણીને પૈસા આપવાની લાલચ આપી મળવા બોલાવી હતી. જેથી યુવતી સ્વામિનારાયણ મંદિર ગઇ હતી. જો કે આ વખતે પણ સાધુએ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. પૈસાની લાલ આપી બે વખત દુષ્કર્મ આચરનાર સાધુની કરતૂતો અંગે પીડિતાએ પરિવારજનોને વાત કરી હતી. સાધુએ દીકરી સાથે કુકર્મ કર્યું હોવાની વાત સાંભળતા જ પરિવારજનોએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો અને મોડીરાત્રે સમગ્ર મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર સાધુનું નામ કરણસ્વામી છે. પોલીસે આઇપીસીની કલમ 376-એ, 506/2 હેઠળ ગુનો નોંધ્યો હતો.

કતારગામમાં પોલીસ મથકે સાધુને લઇ આવી પોલીસે પૂછપરચ્છ આદરી છે. ઉપરતાં પોલીસની એક ટીમ મોડીરાત્રે પીડિતાને સ્મીમેર હોસ્પિટલ લઇ જઇ તબીબી પરિક્ષણ કરાવ્યું હતું. આ ઘટનાને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચકચાર મચી ગઇ હતી. મોડીરાત્રે પોલીસ મથકની બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બીજી બાજુ મામલો સંગીન હોય ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ મથકે દોડી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news