રાજ્યના છ મહાનગરોને આ દિવસે મળશે 'મેયર' તથા અન્ય પદાધિકારીઓ

રાજ્યમાં છ મહાનગર પાલિકામાં ભવ્ય જીત બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટેનું મનોમંથન શરૂ કરી દીધુ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં તમામ છ શહેરોને મેયર મળી જશે. 
 

રાજ્યના છ મહાનગરોને આ દિવસે મળશે 'મેયર' તથા અન્ય પદાધિકારીઓ

બ્રિજેશ દોષી, અમદાવાદઃ રાજ્યમાં હાલમાં યોજાયેલી છ મહાનગર પાલિકાની ચૂંટણી (Municipal elections) માં ભાજપને ભવ્ય જીત મળી હતી. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પાર્ટીએ મેયર કોને બનાવવા તે માટે મનોમંથન શરૂ કરી દીધુ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં રાજ્યના છ મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થઈ જશે. આ માટે દરેક શહેરના કમિશનરે પણ કોર્પોરેશનની નજરલ બેઠક યોજનાની તૈયારી કરી લીદી છે. 

જાણો ક્યારે મળશે નવા મેયર
રાજ્યના છ મહાનગરોની સત્તા પ્રજાએ એકવાર ફરી ભાજપને સોંપી છે. ભવ્ય જીત બાદ ભારતીય જનતા પાર્ટી પણ મેયરોના નામ પર વિચાર કરી રહી છે. અમદાવાદને 10 માર્ચે નવા મેયર મળી જશે. 10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો હાજર રહેવાના છે. જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી થશે. 

તો 10 માર્ચે ભાવનગર શહેરના નવા મેયર મળવાના છે. જો રાજકોટની વાત કરવામાં આવે તો આ રંગીલા શહેરના મહાશિવરાત્રીના દિવસે એટલે કે 11 માર્ચે નવા મેયર મળવાના છે. તો 11  માર્ચે વડોદરાના નવા મેયરની જાહેરાત થઈ શકે છે. આ સિવાય જામનગર અને સુરતને 12 માર્ચે નવા મેયર તથા પદાધિકારીઓ મળી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news