અમદાવાદમાં 4 દિવસમાં ખેલાયા મોતના 3 ખેલ, છરીના 12 ઘા મારી યુવકની હત્યા
શહેરમાં ચાર દિવસમાં ત્રણ હત્યાના બનાવ લઇને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગત્ત મોડી રાતે ઇસનપુર મિલ્લતનગરમાં પાડોશીની સામાન્ય બોલાચાલી અદાવતમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે પોલીસે આરોપી સગા બે ભાઇઓની ધરપકડ કરી ગુનો ભેદ ઉકેલ્યો છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં ચાર દિવસમાં ત્રણ હત્યાના બનાવ લઇને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગત્ત મોડી રાતે ઇસનપુર મિલ્લતનગરમાં પાડોશીની સામાન્ય બોલાચાલી અદાવતમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે પોલીસે આરોપી સગા બે ભાઇઓની ધરપકડ કરી ગુનો ભેદ ઉકેલ્યો છે.
- શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત
- ઈસનપુર વિસ્તારમાં મોડી રાતે વધુ એક હત્યાનો બનાવ
- શહેરના આંબાવાડી વિસ્તારમાં યુવતીની હત્યા
- જમાલપુર વિસ્તારમાં ભાજપના સક્રીય કાર્યકર્તાની હત્યા
- હત્યારાઓને ઝડપી લેવામાં પોલીસ સફળ
ઇસનપુર વિસ્તારમાં આવેલ મિલ્લતનગરમાં રહેતા સાયરાબાનું યાસીન શેખના દિકરા આસિમને પાડોશમાં રહેતા બે ભાઇઓ તીક્ષણ હથિયાર ધા ઝીંકીને મોતને ધાટ ઉતારી દીધો હતો. મૃતક આસિમ ઉર્ફે બાબા હડ્ડી માનસિક બીમાર હતો. જેના કારણે કોઇ કામ ધંધો પણ કરતો નથી. આસીમની બીમારીના કારણે વિસ્તારમાં લોકોને ગાળો બોલતો હતો અને તેમની પાસેથી રૂપિયા માગતો હતો. પરંતુ ગત્ત મોડી રાતે મૃતક આસિમની આ હરકતોનો ભોગ પાડોશમાં રહેતા બે અફજલ અહેમદઅલી અને અત્તહર ઉર્ફે અત્તર પણ બન્યા હતા. આસિમ અવારનવાર બંને ભાઇઓને ગાળો બોલતો હતો જેની અદાવત રાખીને આરોપી અત્તહર મૃતક આસીમને પકડી રાખ્યો હતો. અફજલ ઉપરા છાપરી ચપ્પા ધા ઝીંકી મોતને ધાટ ઉતારી દીધો હતો. માતા સાયરાબાનુ પોતાના દિકરાને બચાવવા જતા બે સગા ભાઇઓ તેને પણ ઇજા પહોચાડી હતી.
રાજકોટમાં બન્યું 13 ફૂટ ઉંચાઈ અને 12 ફૂટ પોહળાઈ ધરાવતું ‘બાહુબલી કેડીયું’
પોલીસ તપાસ કરતા બંન્ને ભાઇઓ મૃતક આસીમ ઉર્ફે બાબા હડ્ડીને મોઢા પર 12થી વધુ ચપ્પાના ધા મારીને કૃરત્તા પૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. આરોપી અફજલ અને અત્તહર મૃત્ક આસિમની હરકતોથી કંટાણી ગયા હતા. અને તેની હત્યા કરવાનો પ્લાન બનાવી દીધો હતો. ગઇકાલે મોડી રાતે પણ માનસિક બિમાર આસીમ પાડોશમાં રહેતા આરોપી બે સગા ભાઇઓ સાથે બોલાચાલી કરી ગાળો બોલતો હોવાથી બે ભાઇઓ આ કૃત્યુ આચર્યુ હોવાની કબુલાત કરી છે.
સાબરકાંઠા: પ્રાંતિજમાં સફાઈ કરવા ગટરમાં ઉતરેલા શ્રમિકનું ગુંગળામણથી મોત
ઉલ્લેખનિય છે કે, મૃતક આસીમ વિરુદ્ધ અગાઉ 3 ગુનો નોધાયા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ મૃતક આસિમ દ્ધારા પોલીસ કંટ્રોલમાં ફોન કરીને BRTS બસ સ્ટેન્ડ પાસે બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવામાં આવી હતી. જેમાં સ્થાનિક પોલીસ સહિત એજન્સી દોડતી થઇ ગઇ હતી અને બાદમાં આસિમ માનસિક બીમાર હોવાથી ફોન કર્યો હોવાનુ સામે આવ્યું હતુ. ત્યારે હાલ તો હત્યારા બે ભાઇઓની ઇસનપુર પોલીસ ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે કે, આરોપી વિરુદ્ધ અન્ય કોઇ ગુના છે કે કેમ...?? સાથે જ હત્યા કરવા પાછળ અન્ય કોઇ કારણ નથી તે સમગ્ર તપાસ શરૂ કરી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે