દિવાળી વેકેશન પર જૂનાગઢમાં પ્રવાસીઓની ભીડ, ભવનાથ તળેટીમાં મેળા જેવો માહોલ

જૂનાગઢમાં દિવાળી તહેવારને લઈને પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ભવનાથ તળેટીમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો છે. રોપવે માટે એક કી.મી.‌ લાંબી લાઈનો લાગી હતી. રોપવેની સફર માટે પ્રવાસીઓની ભીડ જામી રોપવે સાઈટ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાયું પરંતુ જાહેરમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા નથી

Updated By: Nov 18, 2020, 11:31 PM IST
દિવાળી વેકેશન પર જૂનાગઢમાં પ્રવાસીઓની ભીડ, ભવનાથ તળેટીમાં મેળા જેવો માહોલ

સાગર ઠક્કર/ જૂનાગઢ: જૂનાગઢમાં દિવાળી તહેવારને લઈને પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ભવનાથ તળેટીમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો છે. રોપવે માટે એક કી.મી.‌ લાંબી લાઈનો લાગી હતી. રોપવેની સફર માટે પ્રવાસીઓની ભીડ જામી રોપવે સાઈટ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાયું પરંતુ જાહેરમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા નથી.

આ પણ વાંચો:- દિવાળી વેકેશનમાં સહેલાણીઓ દમણમાં ઉમટી પડ્યા, ભૂલ્યા કોરોના ગાઇડલાઇન્સ

હાલ દિવાળીની રજાઓમાં ફરવા આવતાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગિરનાર રોપવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને રોપવે માટે 1 કિ.મી. લાંબી લાઈનો લાગી હતી. રોપવે સાઈટ પર સરકારના નિર્દેશ અનુસાર થોડા થોડા લોકોને પ્રવેશ અપાયો અને સોશિયલ ડિસ્ટન્સ જળવાતું જોવા મળ્યું પરંતુ જાહેરમાં લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.

આ પણ વાંચો:- રાષ્ટ્રપતિના આગમન પહેલા કેવડિયામાં ફરી 18000 લોકોના થશે કોરોના ટેસ્ટ

દિવાળીના તહેવારો દરમિયાન 25 હજાર પ્રવાસીઓએ રોપવેની સફર કરી અને આજે પણ 5 હજાર જેટલા પ્રવાસીઓ આવે તેવી સંભાવના છે. અનલોક 5માં સરકાર દ્વારા જે છુટછાટ આપવામાં આવી તેને લઈને લોકો આનંદ ઉલ્લાસથી દિવાળી તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ લોકોમાં સ્વયં શિસ્તનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં કઈ રીતે કોરોનાને હરાવી શકાશે તે પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. પ્રવાસન સ્થળો પર સરકારના નિર્દેશ અનુસાર પાલન થઈ રહ્યું છે. પરંતુ જાહેરમાં જ્યારે લોકો જ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે અને સ્વયં શિસ્ત નહીં કેળવે તો કોરોના સંક્રમણ વધે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube