Vibrant Summit 2019: મોદીના નિર્ણયની દેખાશે અસર, મળશે 21 લાખ રોજગારની તક

Vibrant Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 2003માં તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર બીજા વર્ષે વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના નિર્ણય બાદ રાજ્ય રોકાણ માટે સૌથી વધુ પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.

Vibrant Summit 2019: મોદીના નિર્ણયની દેખાશે અસર, મળશે 21 લાખ રોજગારની તક

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે કહ્યું કે આ વર્ષના વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન 28,360 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ એમઓયુથી 21 લાખથી વધારે રોજગારના સર્જનની સંભાવના છે. જોકે, રૂપાણીએ આ સ્પષ્ટ કર્યું નથી કે આ એમઓયુ દ્વારા રાજ્યમાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019ના સમાપન સત્રમાં રૂપાણીએ કહ્યું કે આ કાર્યક્રમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થયું છે. કેમકે કેટલાક મોટા રાકોણની જાહેરાત થઇ છે અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે તેનાથી રોજગારનું સર્જન થશે.

21 લાખ રોજગારનું થશે સર્જન
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વિશ્વ માટે (ભારતનો) પ્રવેશ દ્વાર અને દરેક માટે એક આદર્શ મંચ બન્યું છે. સમિટ વ્યવસાય અને વ્યાપારની સાથે-સાથે સામાજિક ઉન્નતિનું મંચ પણ બન્યું છે. રૂપાણીએ કહ્યું કે, 28,360 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને તેનાથી રાજ્યમાં 21 લાખ રોજગારનું સર્જન થશે. તેમણે કહ્યું કે, 2003માં તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર બીજા વર્ષે વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના નિર્ણય બાદ રાજ્ય રોકાણ માટે સૌથી વધુ પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.

એમએસએમઇ ક્ષેત્રમાં 21,889 એમઓયુ
રૂપાણીએ તેમના સંબોધનમાં કહ્યું કે, 2003માં પ્રથમ સમિટમાં વધુ વ્યવસાયી મકાનો ભાગ લેતા નથી. 9મી સમિટમાં પ્રધાનમંત્રીનું સપનુ સંપૂર્ણ રીતે સાકર થયું છે. આ કાર્યક્રમ જ્ઞાન વહેંચણી કરવા અને નેટવર્ક વિકસિત કરવાનું આદર્શ મંચ બન્યું છે. તેમણે દાવો કર્યો છે કે સમિટથી સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ના વિશ્વિક સ્પર્ધાની તક મળી છે.

ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પટેલે કહ્યું કે કુલ 28,360 એમઓઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ એમએસએમઇ ક્ષેત્રમાં 21,886 એમઓયુ કરવામાં આવ્યા છે. સમિટને સફળ ગણાવચા પટેલે કહ્યું કે, 42,000થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
(ઇનપુટ એજન્સીથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news