વિશ્વ પ્રવાસન દિવસઃ ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે મળ્યા 3 એવોર્ડ
વિશ્વ પ્રવાસન દિવસ(World Tourism Day) નિમિત્તે નવી દિલ્હી ખાતે વર્ષ 2017-18 માટેના ટૂરિઝમ એવોર્ડ(Tourism Award) સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે પ્રવાસન ક્ષેત્રે વિવિધ કેટેગરીમાં કુલ 76 એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યને(Gujarat State Tourism) પ્રવાસન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગિરી બદલ 3 કેટેગરી(3 Catagory)માં એવોર્ડ મળ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વ પ્રવાસન દિવસ(World Tourism Day) નિમિત્તે નવી દિલ્હી ખાતે વર્ષ 2017-18 માટેના ટૂરિઝમ એવોર્ડ(Tourism Award) સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે પ્રવાસન ક્ષેત્રે વિવિધ કેટેગરીમાં કુલ 76 એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદ સિંઘ પટેલ, UNWTOના સેક્રેટરી જનરલ ઝુરાબ પોલોલિકાશ્વી, પેરાગુએના પ્રવાસન મંત્રી સોફિયા મોનિટેલ, પ્રવાસન સચિવ યોગેન્દ્ર ત્રિપાઠી સહિત 82 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યને(Gujarat State Tourism) પ્રવાસન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગિરી બદલ 3 કેટેગરી(3 Catagory)માં એવોર્ડ મળ્યા છે.
'વિશ્વ પ્રવાસન દિવસ-2019' સમારોહનું ઉદ્ઘાટન કરતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, "સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન(UNWTO) દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ 2019 ઉત્સવ માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરાઈ છે તે ઘણી જ પ્રસન્નતાની બાબત છે. પ્રવાસન ગતિવિધિઓ એવી હોવી જોઈએ જેનાથી લોકો અને પ્રવાસન સ્થળોનાં પર્યાવરણને ફાયદો પહોંચે."
ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, "પ્રવાસન ક્ષેત્રે 'નૈતિક્તા' પર ભાર મુકવા સાથે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરીને પ્રવાસનને સ્થાનિક પરિવારો માટે આવકનો સ્રોત બનાવવું જોઈએ. પ્રવાસન ઉદ્યોગને સ્થાનિક સમુદાયોના સશક્તિકરણના એક સશક્ત માધ્યમ તરીકે કામ કરવું જોઈએ."
ગુજરાતને મળ્યા ત્રણ એવોર્ડ
1. મોસ્ટ રિસ્પોન્સિપલ ટૂરિઝમ પ્રોજેક્ટ ઈનિશિએટીવઃ ધોરડો, કચ્છ
2. બેસ્ટ સિવિક મેનેજમેન્ટ ઓફ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઇન ઇન્ડિયા (કેટેગરી-A) : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
3. બેસ્ટ હેરિટેજ વૉક: અક્ષર ટ્રાવેલ્સ, અમદાવાદ
ગુજરાતને મળેલા એવોર્ડ અંગે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, "ગુજરાતમાં હજુ નવી પ્રવાસન નીતિ લાવવામાં આવશે. હાલ રાજ્યમાં 5 કરોડ પ્રવાસીઓ આવે છે અને આ સંખ્યાને સરકાર 10 કરોડ સુધી લઈ જવા માગે છે."
હાલ ગુજરાતના એક એક માત્ર ટુરિસ્ટ ડેસ્ટીનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ની સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. ગુજરાતમાં ગત 31 ઓક્ટોબરે સ્ટેટ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયા પછી છેલ્લા 11 મહિનામાં 25 લાખ પ્રવાસીઓ તેની મુલાકાત લઈ ચૂક્યા છે. તેનાથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (Sardar Patel) ને રૂ. 66 કરોડની આવક થઈ છે. હજુ આ સ્થળે નવાં પ્રવાસન આકર્ષણો ઉમેરાતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે