Agnipath Scheme Protest: 'અગ્નિપથ'ના વિરોધમાં ટ્રેનો થઈ રહી છે 'સ્વાહા', જાણો એક ટ્રેન પાછળ કેટલો ખર્ચ થાય
સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જો કે યોજના લોન્ચ થતાની સાથે જ દેશભરમાં વિરોધ શરૂ થઈ ગયો છે. પ્રદર્શનકારીઓ છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, અનેક ટ્રેનોને આગચંપી કરી છે. પરંતુ શું તમને ખબર છે કે પ્રદર્શનકારીઓ યોજનાનો વિરોધ કરવા માટે જે ટ્રેનોને નિશાન બનાવે છે તે કેટલા રૂપિયામાં બને છે?
Trending Photos
Agnipath Scheme Protest: સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જો કે યોજના લોન્ચ થતાની સાથે જ દેશભરમાં વિરોધ શરૂ થઈ ગયો છે. પ્રદર્શનકારીઓ છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, અનેક ટ્રેનોને આગચંપી કરી છે. પરંતુ શું તમને ખબર છે કે પ્રદર્શનકારીઓ યોજનાનો વિરોધ કરવા માટે જે ટ્રેનોને નિશાન બનાવે છે તે કેટલા રૂપિયામાં બને છે?
એન્જિનની આટલી છે કિંમત
એક ટ્રેન બનાવવાનો ખર્ચ સમજતા પહેલા એ પણ જાણી લો કે ટ્રેનના બે ભાગ હોય છે. પહેલો ભાગ ટ્રેનનું એન્જિન હોય છે. જ્યારે ટ્રેનનો બીજો ભાગ તેના કોચ હોય છે. ટ્રેનના એન્જિનથી જ સમગ્ર ટ્રેનને કમાન્ડ મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રેનના એક એન્જિનને બનાવવા માટે લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ખર્ચો ખુબ ઓછો છે કારણ કે ટ્રેનના એન્જિન ભારતમાં જ બને છે.
કોચ બનાવવામાં આટલો ખર્ચ
ટ્રેનના એન્જિન ઉપરાંત તેમાં ભાત ભાતના કોચ હોય છે. ટ્રેનના એક કોચ બનાવવામાં લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. જો કે તેની કિંમત કોચની સુવિધાઓ મુજબ અલગ અલગ હોય છે. જનરલ અને સ્લીપરની સરખામણીમાં એસી કોચ મોંઘા હોય છે.
આટલામાં તૈયાર થાય છે એક્સપ્રેસ ટ્રેન
એ હિસાબે જો જોવા જઈએ તો કોઈ પણ એક્સપ્રેસ ટ્રેન બનાવવામાં લગભગ 68 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. એક્સપ્રેસ ટ્રેનમાં 24 કોચ હોય છે. જે 2 કરોડ રૂપિયાના પ્રતિ કોચ ખર્ચ હિસાબે તેની કિંમત 48 કરોડ રૂપિયા થાય છે. એ જ રીતે એન્જિનની કિંમત 20 કરોડ રૂપિયા સુધીની હોય છે. એક સામાન્ય પેસેન્જર ટ્રેન બનાવવામાં કુલ 50થી 60 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. કારણ કે આ ટ્રેનોના કોચમાં એક્સપ્રેસ ટ્રેનોની સરખામણીમાં સુવિધાઓ થોડી ઓછી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે