ઉત્તર પ્રદેશમાં એસપી અને બીએસપી સાથે આવશે તો મુશ્કેલી ઉભી થશે: અમિત શાહ

મહાગઠબંધનને નાટક જણાવ્યું અને કહ્યું કે તમે જ વિચારો કે જો અખિલેશ યાદવ તેલંગાણામાં, માયાવતી આંધ્રપ્રદેશમાં, મમતા બેનર્જી મધ્યપ્રદેશમાં, ચંદ્ર બાબુ નાયડૂ રાજસ્થાનમાં ચૂંટણી લડવા ઉતરશે ત્યારે ચૂંટણી પરિણામો પર પર ગુણાત્મક અસર શું હશે.

ઉત્તર પ્રદેશમાં એસપી અને બીએસપી સાથે આવશે તો મુશ્કેલી ઉભી થશે: અમિત શાહ

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે સ્વિકાર્યું કે ઉત્તર પ્રદેશમાં એસપી અને બીએસપી સાથે આવશે તો થોડી મુશ્કેલી ઉભી થશે. જોકે તેમણે મહાગઠબંધનને નાટક ગણાવી કહ્યું કે, તમેજ વિચારો કે જો અખિલેશ યાદવ તેલંગાણામાં, માયાવતી આંધ્રપ્રદેશમાં, મમતા બેનર્જી મધ્યપ્રદેશમાં, ચંદ્ર બાબુ નાયડૂ રાજસ્થાનમાં ચૂંટણી લડવા ઉતરશે ત્યારે ચૂંટણી પરિણામો પર ગુણાત્મક અસર શું હશે.

અમિત શાહે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપની વોટ ટકાવારી પહેલાં 45 ટકા હતી અને એસપી તેમજ બીએસપીની સંયુક્ત વોટ ટકાવારી લગભગ 51 ટકા થાય છે. એવામાં ભાજપને 6 ટકાનો તફાવત પુરો કરવાનો છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ પ્રતિબદ્ધતાની સાથે આ અંતર પુરો કરવાની તૈયારી કરી છે અને જેમને સાથે આવવું છે તે આવી જાય.

જનતાએ નક્કી કરવાનું છે કે તેમને મજબૂર સરકાર જોઇએ છે કે મજબૂત સરકાર
અમિત શાહે ભાર આપી કહ્યું કે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સંપૂર્ણ બહુમતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. 2019માં યોજાવનાર લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014થી મોટી જીતનો દાવો કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે 2019માં દેશની જનતાએ નક્કી કરવાનું છે કે તેમને મજબૂર સરકાર જોઇએ છે કે મજબૂત સરકાર જોઇએ છે.

અમિત શાહે કહ્યું કે, દેશની જનતાએ નક્કી કરવાનું છે- તેમને મજબૂર સરકાર જોઇએ છે, જેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી બધા ભેગા મળીને ભ્રષ્ટાચાર કરી શકે અથાવ પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી મજબૂત સરકાર જોઇએ છે. જે કોઇને છોડશે નહીં અને દેશનો વિકાસ કરશે. અમિત શાહએ દૈનિક જાગરણ ફોરમના ચર્ચા સત્ર દરમિયાન આ વાત કરી હતી.

એનઆરસી પર ભાજપે પૂર્ણ સમર્થનનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે દેશના સાધનો અને સંસાધનો પર આ દેશના નાગરિકોનો અધિકાર છે. બધી પાર્ટીઓને રાષ્ટ્રીય નાગરિક નોંધણી પર તેમનો પક્ષ સ્પષ્ટ કરવો જોઇએ.

પશ્ચિમ બંગાળમાં તેમની રથ યાત્રા રોકવા મમતા બેનર્જી સરકારના પ્રયાસ વિષે એક સવાલના જવાબમાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે, બંગાળમાં અમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એટલી જ ઉગ્રતા સાથે અમે બંગાળના ગામોગામ સુધી જઇશું. તેમણે ભાર આપી કહ્યું કે, બંગાળમાં ભાજપ આવનારા સમયમાં જરૂર સરકાર બનાવશે.

70 વર્ષ સુધી દેશમાં ટુકડા-ટુકડામાં કામ થયું
મોદી સરકારની સિદ્ધિઓને જણાવતા અમિત શાહે કહ્યું કે, 70 વર્ષ સુધી દેશમાં ટુકાડ-ટુકડામાં કામ થયું હતું. વર્તમાન સરકારે ચાર વર્ષમાં સરકારની યોજનાઓને ઘરે-ઘરે સુધી પહોંચાડી દેશના ગરીબોના જીવન સ્તરને ઉપર લાવવાનું કામ કર્યું છે.

અયોધ્યામાં રામ મંદિરના મુદ્દા પર એક સવાલનો જવાબ આપતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે, રામ મંદિર પર કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી. અત્યાર સુધીમાં રામ મંદિર પર ચુકાદો આવવો જોયતો હતો. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે આ મુદ્દા પર કોર્ટમાં વિલંબ કરવાનો આગ્રહ કર્યો હતો.

રામ મંદિરનું નિર્માણ જલ્દી થવું જોઇએ
તેમણે કહ્યું કે અમે માનીએ છે કે ભવ્ય રામ મંદિરનું નિર્માણ જલ્દી થવું જોઇએ. રાફેલ રક્ષા સોદાને લઇ રાહુલ ગાંધીના આરોપને નકારતા શાહે કહ્યું કે, રાફેલ સોદામાં એક પૈસાનો ભ્રષ્ટાચાર થયો નથી. મેં પહેલા પણ કહ્યું હતું કે, જો કોંગ્રેસ અધ્યક્ષની પાસે કોઇ જાણકારી હોય તો તેમનો સ્રોત જણાવે. આ વિષય પર તેઓ સુપ્રીમ કોર્ટ સોગંદનામું ફાઇલ કરી શકે છે.

રોબર્ટ વાડ્રાના નજીકના લોકોના સ્થળો પર ઇડીના દરોડા પર કોંગ્રેસના આરોપને નકારતા અમિત શાહે કહ્યું કે હવે સમય બદલાઇ ગયો છે અને અધિકારીઓ પણ સમજી ગયા છે કે હેવ ચોરી ચાલશે નહીં.

બેંકના દેવાને લઇ દેશથી ભાગનારને લઇ કોંગ્રેસના આરોપ પર ભાજપ અધ્યક્ષે કહ્યું કે, જે ભાગ્યા છે તેમને લોન કોંગ્રેસના સમયે આપવામાં આવી છે. કોંગ્રેસના સમયમાં એક પણ ન ભાગ્યા કેમ કે તેમને કોંગ્રેસનું સંરક્ષણ હતું. અમે કડક કાર્યવાહી કરી માટે ભાગી ગયા છે.
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news