Exclusive: UPમાં મોટો આતંકી હુમલો કરવાનું ષડયંત્ર, અયોધ્યા-ગોરખપુરમાં આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)થી કલમ 370 (Article 370) હટ્યા બાદથી આતંકીઓ ધૂંધવાયા છે. તેઓ  આતંકવાદી હુમલા (Terrorist Attack)નું કાવતરું રચી રહ્યાં છે. બીજી બાજુ હવે અયોધ્યાનો ચુકાદો આવવાની પણ તૈયારી છે જેને લઈને પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અયોધ્યા પર ચુકાદો આવતા પહેલા ઉત્તર પ્રદેશમાં મોટો આતંકી હુમલો કરવાનું કાવતરું પાકિસ્તાનના આતંકી જૂથો ઘડી રહ્યાં છે. ઝી ન્યૂઝ પાસે આતંકી ષડયંત્રની એક્સક્લુઝિવ જાણકારી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ સાત આતંકીઓનું એક મોટું જૂથ નેપાળના રસ્તે ઉત્તર પ્રદેશમાં ઘૂસવાનું ઈનપુટ ગુપ્તચર વિભાગને મળ્યું છે. 
Exclusive: UPમાં મોટો આતંકી હુમલો કરવાનું ષડયંત્ર, અયોધ્યા-ગોરખપુરમાં આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)થી કલમ 370 (Article 370) હટ્યા બાદથી આતંકીઓ ધૂંધવાયા છે. તેઓ  આતંકવાદી હુમલા (Terrorist Attack)નું કાવતરું રચી રહ્યાં છે. બીજી બાજુ હવે અયોધ્યાનો ચુકાદો આવવાની પણ તૈયારી છે જેને લઈને પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અયોધ્યા પર ચુકાદો આવતા પહેલા ઉત્તર પ્રદેશમાં મોટો આતંકી હુમલો કરવાનું કાવતરું પાકિસ્તાનના આતંકી જૂથો ઘડી રહ્યાં છે. ઝી ન્યૂઝ પાસે આતંકી ષડયંત્રની એક્સક્લુઝિવ જાણકારી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ સાત આતંકીઓનું એક મોટું જૂથ નેપાળના રસ્તે ઉત્તર પ્રદેશમાં ઘૂસવાનું ઈનપુટ ગુપ્તચર વિભાગને મળ્યું છે. 

રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પહેલા ગુપ્તચર એજન્સીઓ આ ઈનપુટને ખુબ ગંભીરતાથી લઈ રહી છે. આતંકીઓ અયોધ્યા કે ગોરખપુરમાં છૂપાયેલા હોવાની આશંકા છે. સાત આતંકીઓના આ જૂથમાંથી પાંચની ઓળખ કરી લેવાઈ છે. મોહમ્મદ યાકૂબ, અબુ હમઝા, મોહમ્મદ શાહબાઝ, નિસાર અહેમદ અને મોહમ્મદ કૌમી ચૌધરી નામના આ આતંકીઓ અયોધ્યા અને ગોરખપુરમાં છૂપાયેલા હોવાની જાણકારી મળી છે. 

ઉત્તર પ્રદેશમાં આતંકી હુમલાનું અલર્ટ જાહેર થયા બાદ પ્રદેશના જિલ્લાઓને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને સાવધાની વર્તવાવાના નિર્દેશ અપાયા છે. જેમાં ખાસ કરીને કાશી, મથુરા, અયોધ્યા અને પોલીસ ટ્રેનિંગ સેન્ટર્સની સુરક્ષા વધારવાનું કહેવાયું છે. 

જુઓ LIVE TV

બીજી બાજુ આંતરરાષ્ટ્રીય દબાણથી પોતાને બચાવવા માટે લશ્કર એ તૈયબાએ નવી ચાલ પણ ચલી છે. આ આતંકી સંગઠને પોતાનું નામ બદલી નાખ્યું છે. લશ્કરે પોતાનું નવું નામ ઓલ ઈન્ડિયા લશ્કર એ તૈયબા રાખ્યું છે. 

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી ધૂંધવાયેલા આ સંગઠને એક હિટ લિસ્ટ પણ બહાર પાડ્યું છે જેમાં ભારતની અનેક હસ્તીઓના નામ સામેલ છે. લશ્કરના હિટ લિસ્ટમાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ  કોહલીના નામ સામેલ છે. લશ્કર સુરક્ષાદળો દ્વારા માર્યા ગયેલા આતંકીઓનો બદલો લેવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news