સુશાંત કેસમાં રાજનીતિ કરી રહ્યું છે ભાજપ, સીબીઆઈને શું મળ્યુંઃ અધીર રંજન ચૌધરી
Shushant Singh Rajput Case: લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ મામલામાં સીબીઆઈ તપાસ માટે કવાયત કરનાર બિહારના જીડીપીને હવે ત્યાંની સત્તાધારી પાર્ટી આગામી ચૂંટણીમાં ટિકિટ આપવા જઈ રહી છે. અત્યાર સુધી કોઈને ખ્યાલ નથી કે મામલામાં સીબીઆઈને અત્યાર સુધી શું મળ્યું છે.
ચૌધરીએ કહ્યુ, શરૂઆતથી ભાજપ સુશાંત સિંહ રાજપૂતના મોત પર રાજનીતિ કરી રહ્યું છે. કોઈને ખ્યાલ નથી કે અત્યાર સુધી ઈડી અને સીબીઆઈને શું મળ્યું છે. મુદ્દાને ભટકાવીને એનસીબીની ડ્રગ્સની તપાસ તરફ લઈ જવામાં આવી રહ્યો છે જેમાં હવે બધી અભિનેત્રીઓને સામેલ કરવામાં આવી રહી છે. તેમણે સાથે આરોપ લગાવ્યો કે ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલ એનસીબી અધિકારી ભાજપ અને પ્રધાનમંત્રીના નજીકના છે.
અધીર રંજન ચૌધરીએ પોતાના આરોપોને મજબૂતી આપવા માટે હાલમાં વીઆરએસ લેનાર બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાન્ડેયનો હવાલો આપ્યો. તેમણે કહ્યું, સુશાંત સિંહ રાજપૂત મામલામાં સીબીઆઈ તપાસ માટે કવાયત કરનાર બિહારના પૂર્વ ડીજીપીને હવે પ્રદેશમાં સત્તાધારી પાર્ટી આગામી ચૂંટણીમાં ઉમેદવાર બનાવવા જઈ રહી છે. અમે તે પણ સાંભળી રહ્યાં છીએ કે ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલ એનસીબીના અધિકારી ભાજપ અને પીએમ મોદીના ખુબ નજીકના છે.
BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની નવી ટીમની કરી જાહેરાત, અહીં જાણો શું થયા ફરેફાર
બોલીવુડ અભિનેતા સુશાંત સિંગ રાજપૂત 14 જૂને પોતાના મુંબઈ સ્થિત ઘરમાં મૃત મળ્યો હતો. મુંબઈ પોલીસ આ ઘટનાની આપઘાતના એંગલથી તપાસ કરી રહી હતી. પરંતુ પરિવારજનોએ સુશાંતની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. બાદમાં બિહાર પોલીસે આ મામલામાં સુશાંતના પિતાની ફરિયાદ પર કેસ દાખલ કર્યો હતો. તત્કાલીન ડીજીપી ગુપ્તેશ્વર પાન્ડેયે સુશાંતના પરિવારની સીબીઆઈ તપાસની માગનું સમર્થન કર્યું હતું. બાદમાં બિહાર સરકારની ભલામણ પર કેન્દ્રએ મામલો સીબીઆઈને સોંપી દીધો હતો. તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ થઈ હતી પરંતુ સર્વોચ્ચ અદાલતે સીબીઆઈ તપાસને લીલી ઝંડી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે