બે હાથમાં 'બંદૂક' લઈને નાચનારા MLA 'ચેમ્પિયન' સામે BJPએ કરી કડક કાર્યવાહી
ઉત્તરાખંડના ખાનપુરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય એવા કુંવર પ્રણવ સિંહ કે જેઓ 'ચેમ્પિયન'ના નામે ઓળખાય છે, તેમનો તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે દારૂના નશામાં બે હાથમાં ઘાતક શસ્ત્રો (રિવોલ્વર અને બંદૂક) લઈને ગીત ગાતા હતા
Trending Photos
દહેરાદૂનઃ પોતાના બે હાથમાં ઘાતક હથિયાર સાથે ડાન્સ કરનારા ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ 'ચેમ્પિયન'ને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ભાજપે 'ચેમ્પિયન' પર શિસ્તભંગના કડક પગલાં લેતાં પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ખાનપુરથી ભાજપના ધારાસભ્ય એવા કુંરવ પ્રણવ સિંહ કે જેઓ 'ચેમ્પિયન'ના નામે ઓળખાય છે, તેમનો તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે બે હાથમાં ઘાતક શસ્ત્રો લઈને 'તમાચે પે ડિસ્કો' ગીત પર ડાન્સ કરતા હતા. વીડિયો મુજબ ધારાસભ્યના એક હાથમાં રિવોલ્વર હતી અને બીજા હાથમાં બંદૂક હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ અંતર્ગત તપાસ શરૂ કરી હતી.
આ વીડિયો વાયરલ થયા પછી ભાજપના ઉત્તરાખંડના પ્રભારી શ્યામ જાજુએ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનને અમર્યાદિત વ્યવહાર કરવાના આરોપ અંતર્ગત પાર્ટીમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા. વીડિયો વાયરલ થયા પછી હરિદ્વાર પોલીસે વીડિયોની ખરાઈ કરવાની સાથે-સાથે ચેમ્પિયન પાસે રહેલા હથિયારોની પણ તપાસ શરૂ કરી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે, ચેમ્પિયન પાસે જે હથિયારો રહેલા છે તેનું તેમની પાસે લાયસન્સ છે કે નહીં.
BJP MLA Pranav Champion who was recently suspended from the party for threatening a journalist, seen in a viral video brandishing guns. Police says, "will look into the matter and also verify if the weapons are licensed or not." (Note: Abusive language) pic.twitter.com/AbsApoYR2g
— ANI (@ANI) July 10, 2019
Anil Baluni,BJP: Party sought an explanation from Kunwar Pranav Singh Champion (Uttarakhand MLA) on the video where he is seen abusing&indulging in wrongful acts. Since his reply was not satisfactory as per our disciplinary committee,he has been expelled from the party for 6 yrs. pic.twitter.com/OQW4k11a8y
— ANI (@ANI) July 17, 2019
પોલીસને શંકા હતી કે દારૂના નશામાં લહેરાવાયેલા તમામ હથિયારોનું લાયસન્સ ધારાસભ્ય પાસે નહીં હોય. જો આમ હશે તો સૌથી પહેલાતો આર્મ્સ એક્ટ અંતર્ગત ધારાસભ્ય સામે કેસ દાખલ થશે. પાર્ટી હાઈકમાન્ડ પર ચેમ્પિયનની આ હરકતથી નારાજ થયું હતું અને 10 દિવસમાં આ વીડિયો અંગે ચેમ્પિયન પાસેથી ખુલાસો માગવામાં આવ્યો હતો. હવે, પાર્ટીએ શિસ્તભંગના પગલાં લેતાં ચેમ્પિયનને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે