કોરોના સંકટ વચ્ચે કેન્દ્રએ કસી કમર, આ રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે વિશેષ ટીમો

કેન્દ્ર સરકાર પંજાબ (Punjab),છત્તીસગઢ (Chhattisgarh), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં કોરોનાનો સામનો કરવા માટે વિશેષ ટીમો મોકલવામાં આવી રહી છે.

કોરોના સંકટ વચ્ચે કેન્દ્રએ કસી કમર, આ રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે વિશેષ ટીમો

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના વધતા જતા કેસએ ચિંતા વધારી દીધી છે. કેન્દ્ર સરકારે આ સંકટ સામે લડવા માટે કમર કસી લીધી છે. તેના હેઠળ કેન્દ્ર સરકાર પંજાબ (Punjab),છત્તીસગઢ (Chhattisgarh), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં કોરોનાનો સામનો કરવા માટે વિશેષ ટીમો મોકલવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલી આ ટીમો રાજ્ય સરકારો સાથે મળીને કોરોના વાયરસ મહામારી  (COVID-19 Pandemic)નો સામનો કરવા માટે કાર્ય કરશે. આ પહેલાં ટીમોએ હરિયાણા, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણિપુર મોકલવામાં આવી હતી. 

જિલ્લાનો કરશે પ્રવાસ
સરકારે કહ્યું કે 'આ ત્રન સભ્યોવાળી ટીમ તે જિલ્લાઓની મુલાકાત કરશે જ્યાં COVID-19ના કેસ સતતા વધતા જાય છે. આ સાથે જ આ ટીમો રાજ્ય સરકાર સાથે મળીને દેખરેખ, ટેસ્ટિંગ, સંક્રમણની રોકથામ, નિયંત્રણ ઉપાય અને બચાવની રીતો અને સારી રીતે કામ કરશે. આ સાથે જ કેન્દ્રની આ ટીમો કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે મેનેજમેન્ટ કાર્યો પર પણ પોતાના અભિપ્રાય આપશે. 

અનિલ વિજએ લોકડાઉનને ગણાવી જરૂરિયાત
આ દરમિયાન હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજએ કહ્યું કે 'કોરોનાને રોકવાના બે રસ્તા બચ્યા છે- લોકડાઉન (Lockdown)અને કડકાઇ. કડકાઇ માટે નિર્દેશિત કરતાં મેં તમામ પોલીસ કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરને વાયરલેસ મેસેજ કર્યો છે અને ભલામણ કરી છે કે પોતાના વિસ્તારમાં કોરોનાના નિયમોનું પાલન કરાવો તથા નાકા લગાવીને લોકોના ચલણ કાપો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io