દેશના પહેલા CDSની સ્પષ્ટ વાત, આતંકવાદને અમેરિકી સ્ટાઈલમાં જ નાબૂદ કરી શકાય છે

દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે એક કાર્યક્રમમાં કહ્યું કે, દુનિયાને આતંકવાદ (Terrorism) થી મુક્ત કરાવવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ બિપીન રાવતે કહ્યું કે, આતંકવાદને અમેરિકાની સ્ટાઈલથી જ હરાવી શકાય છે. આ કાર્યક્રમમાં તેમણે દેશમાં લોકોને કટ્ટર બનાવવા અને કાશ્મીરમાં પેલેટ ગેનનો ઉપયોગ કરવા જેવા સવાલોનો જવાબ આપ્યો હતો.
દેશના પહેલા CDSની સ્પષ્ટ વાત, આતંકવાદને અમેરિકી સ્ટાઈલમાં જ નાબૂદ કરી શકાય છે

નવી દિલ્હી :દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે એક કાર્યક્રમમાં કહ્યું કે, દુનિયાને આતંકવાદ (Terrorism) થી મુક્ત કરાવવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ બિપીન રાવતે કહ્યું કે, આતંકવાદને અમેરિકાની સ્ટાઈલથી જ હરાવી શકાય છે. આ કાર્યક્રમમાં તેમણે દેશમાં લોકોને કટ્ટર બનાવવા અને કાશ્મીરમાં પેલેટ ગેનનો ઉપયોગ કરવા જેવા સવાલોનો જવાબ આપ્યો હતો.

જે દિવસે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહી હશે તે દિવસે બેંકો રહેશે બંધ, જાણો આખરે કેમ

તેમણે કહ્યું કે, આપણે આતંકવાદને નાબૂદ કરવાનો રહેશે અને આવું માત્ર એ જ રીતે કરી શકાય છે, જે સ્ટાઈલ અમેરિકાએ 9/11ના હુમલા બાદ અપનાવી હતી. અમેરિકાએ આતંકવાદની વિરુદ્ધ વૈશ્વિક યુદ્ધ કર્યું હતું. સીડીએસએ કહ્યું કે, આતંકવાદને નાબૂદ કરવા માટે આતંકવાદીઓની સાથેસાથે એ તમામને અલગ-થલગ કરવાની જરૂર છે, જે આતંકવાદીઓને ફન્ડિંગ અને બચાવ કરે છે. તેઓને દંડિત કરવા પડશે. તેઓએ આતંકવાદી સંગઠનોની સાથે શાંતિ કરાર કરવા વિશે કહ્યું કે, આવા કરારમાં સુખશાંતિની ગેરેન્ટી લેવી જરૂરી છે. 

જનરલ રાવતે કહ્યું કે, અફઘાનિસ્તાને પણ શાંતિ કરાર કરવા પડશે. તાલિબાન હોય કે આતંકવાદમાં માનતુ કોઈ પણ સંગઠન હોય, તેઓએ આતંકી વિચારોને ત્યાગી દેવા જોઈએ. તેઓએ મુખ્યધારાની રાજનીતિમાં આવવુ પડશે. આપણે આતંકવાદને નાબૂદ કરવુ પડશે અને આવું માત્ર એક જ રીતે કરી શકાશે, જે રીત અમેરિકાએ 9/11ના હુમલા બાદ અપનાવ્યું હતું. 

UNમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને પડી મોટી લપડાક, 10 તાકાતવાર દેશોએ આપ્યો ભારતનો સાથ  

કાર્યક્રમમાં એક સવાલના જવાબમાં સીડીએસએ કહ્યું કે, લોકોને કટ્ટર બનાવનારાઓની ઓળખ કરીને તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, સ્કૂલ, યુનિવર્સિટીથી લઈને ધાર્મિક સ્થળોઓએ પણ કટ્ટરતાના પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે. હકીકતમાં, તેઓને પૂછવામાં આવ્યં કે, જો દેશમાં કટ્ટરતાની વિરુદ્ધ અભિયાન સફળ સાબિત નહિ થાય તો આતંકવાદને કેવી રીતે કાબૂ કરી શકાશે, તેના જવાબમાં સીડીએસએ કહ્યું કે, કટ્ટરવાદને નાબૂદ કરી શકાય છએ. તેઓ કોણ લોકો છે, જે બીજાને કટ્ટર બનાવી રહ્યાં છે. સ્કૂલોમાં, યુનિવર્સિટીમાં આવા લોકો છે. આવા લોકોના ગ્રૂપ છે, જે કટ્ટરતા ફેલાવી રહ્યાં છે. આપણે પહેલા તેની નસ પકડવી પડશે. તેઓની ઓળખ કરીને તેઓને અલગ પાડવા પડશે. જે લોકો પૂરી રીતે કટ્ટર બની ચૂક્યા છે, તેઓથી જ શરૂઆત કરવી પડશે. તેઓને કટ્ટરતા વિરુદ્ધ કાર્યક્રમોમાં સામેલ કરવા પડશે. જમ્મુ-કાશ્મીરમાં લોકોને કટ્ટર બનાવવામા આવ્યા. 12 વર્ષના કિશોર-કિશોરીઓને પણ કટ્ટરતાના પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

આ VIDEO પણ ખાસ જુઓ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news