સમગ્ર ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર યથાવત, જો કે ધુમ્મસમાંથી મળી રાહત, 30થી વધુ ટ્રેનો લેટ

ભીષણ ઠંડીએ આ વખતે અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હી (Delhi)  એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી (Cold) નો પ્રકોપ ચાલુ છે. જ્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને બિહારમાં તાપમાન સતત ઘટી  રહ્યું છે. આ ઉપરાંત ધુમ્મસે (Fog)  પણ ઉત્તર ભારતને બાનમાં લીધુ છે.

Updated By: Dec 31, 2019, 09:09 AM IST
સમગ્ર ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર યથાવત, જો કે ધુમ્મસમાંથી મળી રાહત, 30થી વધુ ટ્રેનો લેટ
ફાઈલ ફોટો

નવી દિલ્હી: ભીષણ ઠંડીએ આ વખતે અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હી (Delhi)  એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી (Cold) નો પ્રકોપ ચાલુ છે. જ્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને બિહારમાં તાપમાન સતત ઘટી  રહ્યું છે. આ ઉપરાંત ધુમ્મસે (Fog)  પણ ઉત્તર ભારતને બાનમાં લીધુ છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો આજે ધુમ્મસમાંથી થોડી રાહત મળી જો કે કડકડતી ઠંડી તો આજે પણ છે. દિલ્હીમાં સવારે સાડા પાંચ વાગ્યે હળવા ધુમ્મસની સાથે તાપમાન 5.8 ડિગ્રી નોંધાયું. 

ટ્રેનમાં બહાર લટકીને સ્ટંટ કરવો ભારે પડ્યો યુવકને, જીવ ગયો...કાચાપોચા ન જોતા આ VIDEO  

પૂર્વ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. જ્યારે બિહારના અનેક જિલ્લા પણ ધુમ્મસની ચપેટમાં છે. આ બાજુ પંજાબ, ચંડીગઢ, પશ્ચિમી રાજસ્ધાન, હરિયાણાના કેટલાક જિલ્લા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ છે. 

ટ્રેનો લેટ, ફ્લાઈટ પર અસર નથી
હવામાન ખાતાનું માનીએ તો આગામી બે ત્રણ દિવસોમાં દિલ્હી એનસીઆરમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે 30થી 35 ટ્રેનો મોડી છે. હવાઈ મુસાફરી કરનારાઓ માટે રાહતનો દિવસ છે કારણ કે ધુમ્મસ ઓછું છે આથી ફ્લાઈટ્સની અવરજવર પર કોઈ અસર પડી નથી. 

દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ રાવત, જાણો કેટલું શક્તિશાળી છે આ CDS પદ 

આટલા વર્ષનો રેકોર્ડ તૂટ્યો
અત્રે જણાવવાનું કે આ વર્ષ ડિસેમ્બર મહિનો વર્ષ 1901થી લઈને અત્યાર સુધી વર્ષ 2019નો ડિસેમ્બર બીજો સૌથી ઠંડો ડિસેમ્બર બની રહ્યો. ડિસેમ્બર મહિનના સરેરાશ મહત્તમ તાપમાનને જોતા ડિસેમ્બર 1997 બાદ 2019નો ડિસેમ્બર સૌથી ઠંડો મહિનો છે. 1901 બાદથી 1919, 1929, 1961, 1997માં ડિસેમ્બર મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 20 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું. સૌથી ઓછું 17.3 ડિગ્રી ડિસેમ્બર 1997માં નોંધાયું હતું. 

આ ડિસેમ્બર મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 19 ડિગ્રી  કરતા પણ ઓછું છે. 30 ડિસેમ્બરના રોજ આ સરેરાશ તાપમાન 18.76 રેકોર્ડ કરાયું. હવામાન ખાતાનું કહેવું છે કે 31 ડિસેમ્બરના રોજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી પણ જતું રહે તો પણ તે શીયાળાનો બીજો સૌથી ઠંડો ડિસેમ્બરના રેકોર્ડને નુકસાન પહોંચાડી શકે નહીં. 

જુઓ LIVE TV

ડિસેમ્બર મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન વરષ 1919 અને 1929માં 19.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વર્ષ 1961માં 20 ડિગ્રી અને ત્યારબાદ વર્ષ 1997માં સૌથી ઓછું 17.3 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ મહત્તમ તાપમાનના મુદ્દે વર્ષ 1901  બાદ સોમવાર ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યો. જ્યારે મહત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં 9.4 ડિગ્રી નોંધાયું હતું. 

 આ સાથે ગઈ કાલે 22 વર્ષમાં ડિસેમ્બરમાં કોલ્ડ અને સીવિયર કોલ્ડ દિવસોનો પણ રેકોર્ડ બરાબર થઈ ગયો. 1997માં ડિસેમ્બરમાં 17 સીવિયર કોલ્ડ અને કોલ્ડ દિવસ હતાં. આ વર્ષ સોમવારે 14 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 17 દિવસ થઈ ગયા છે.  જો કે 1997માં તે સતત થયું નહતું. પરંતુ આ વખતે 17 દિવસ સતત એવા રહ્યાં. 1997માં 13 દિવસનો કોલ્ડ અને સીવિયર કોલ્ડ દિવસોનો સતત સ્પેલનો રેકોર્ડ હતો. 22 વર્ષનો આ રેકોર્ડ પણ ધ્વસ્ત થઈ ચૂક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....