ચૂંટણીમાં પરાજય પછી કોંગ્રેસની મોટી બેઠક, આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય

કોંગ્રેસ સંસદીય દળ(સીપીપી)ની અધ્યક્ષતા સોનિયા ગાંધી કરી રહ્યા છે અને તેમાં પાર્ટીના ચૂંટાયેલા તમામ 52 સાંસદો હાજર રહેશે, આ બેઠકમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્યો પણ ભાગ લેવાના છે 
 

ચૂંટણીમાં પરાજય પછી કોંગ્રેસની મોટી બેઠક, આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય

નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોની પ્રથમ બેઠક શનિવારે યોજાશે, જેમાં કોંગ્રેસના સંસદીય દળના નેતાને ચૂંટવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે, અત્યારે કોંગ્રેસ સંસદીય દળ(સીપીપી)ની અધ્યક્ષતા સોનિયા ગાંધી કરી રહ્યાં છે અને પાર્ટીના તમામ 52 લોકસભા સાંસદ બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્યો પણ ભાગ લેશે. 

સૂત્રોએ જણાવ્યું કે, સીપીપીની બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે, જેમાં સસંદના આગામી સત્ર માટે રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, 17મી લોકસભાની રચના પછી પોતાની પ્રથમ બેઠકમાં કોંગ્રેસ નીચલા ગૃહમાં પોતાના નેતાની ચૂંટણી પણ કરી શકે છે. તેમણે જણાવ્યું કે, 25 મેના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પછી આ પ્રથમ આધિકારીક બેઠક યોજાશે, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભાગ લેશે. 

કાર્યસમિતિની બેઠક દરમિયાન રાહુલે અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસની કાર્યસમિતી તેમના રાજીનામાના પ્રસ્તાવને ફગાવી ચૂકી છે અને સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કરીને પાર્ટીમાં દરેક સ્તરે માળખાગત ફેરફાર કરવા માટેની સત્તા સોંપી છે. 

કોંગ્રેસ માટે કર્ણાટકથી સારા સમાચાર
કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કર્ણાટકથી એક સારા સમાચાર આવ્યા છે. અહીં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક નિગમની ચૂંટણીમાં શુક્રવારે કોંગ્રેસ સૌથી વધુ બેઠકો જીતી છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યના 56 નિગમોમાં કુલ 1221 વોર્ડમાંથી કોંગ્રેસ 509 વોર્ડમાં વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપને 366 વોર્ડમાં વિજય મળ્યો છે. જનતા દળને 174 વોર્ડ પર વિજય મળ્યો છે. આ ઉપરાંત, 160 વોર્ડમાં અપક્ષ ઉમેદવાર જીત્યા છે. 

ચૂંટણી પંચ દ્વારા સાત નગર પરિષદના 217 વોર્ડ, 30 નગરપાલિકા પરિષદના 714 વોર્ડ અને 19 નગર પંચાયતોના 290 વોર્ડના પરિણામ જાહેર કરાયા હતા. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news