શું CCDના માલિકે પૂલ પરથી નદીમાં માર્યો કૂદકો? પોલીસ કરી રહી છે શોધખોળ

CCDના માલિક વી.જી. સિદ્ધાર્થના ડ્રાઈવર બસવરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના માલિક પુલના એક છેડા પર કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને તેને કહ્યું હતું કે, તેઓ ચાલીને આગળ આવે છે. 
 

શું CCDના માલિકે પૂલ પરથી નદીમાં માર્યો કૂદકો? પોલીસ કરી રહી છે શોધખોળ

બેંગલુરુઃ પોલીસે 'કેફે કોફી ડે'(CCD)ના માલિક વી.જી. સિદ્ધાર્થને શોધી કાઢવા માટે મોટું અભિયાન ચલાવ્યું છે. પોલીસને આશંકા છે કે તેમણે મેંગલુરુની નજીકમાંથી પસાર થતી નેત્રાવથી નદીમાં કૂદકો મારીને આપઘાત કરી લીધો છે. 

મેંગલુરુ પોલીસ કમિશનર સંદીપ પાટીલે પત્રકારોને મંગળવારે જણાવ્યું કે, "વહેલી સવારથી જ નદીમાં શોધખોળ અભિયાન ચાલુ કર્યું છે. સિદ્ધાર્થે મેંગલુરુથી ઉલાલ તરફ જતા નદીના પૂલ પરથી સોમવારે રાત્રે કૂદકો માર્યો હોવાની આશંકા છે." 

ડેપ્યુટી કમિશનર શશિકાંથ સે્નથીલે ઘટનાસ્થળની મુલાકાત પછી જણાવ્યું કે, "પોલીસ કર્મચારી, કોસ્ટ ગાર્ડ, તરવૈયા અને માછીમારો સહિત લગભગ 200થી વધુ લોકો સિદ્ધાર્થે જ્યાં કૂદકો માર્યો હોવાની શક્યતા છે ત્યાં શોધખોળ કરી રહ્યા છે."

આ અગાઉ સિદ્ધાર્થના ડ્રાઈવર બસવરાજ પાટીલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના માલિક કારમાંથી ઉતરીને પુલ પર પહોંચ્યા પછી ગુમ થઈ ગયા છે. તેઓ હાથમાં મોબાઈલ લઈને ચાલતા-ચાલતા પુલ પર ગયા હતા. 

ડ્રાઈવરે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, "તેના માલિક અને તે પોતે સોમવારે સાંજે બેંગલુરુથી કારમાં હાસનની નજીક આવેલા સકલેશપુર જવા નિકળ્યા હતા, જ્યાં એક કોફીના બગીચાની બાજુમાં તેમનું પોતાનું મકાન આવેલું છે. ત્યાં પહોંચ્યા પછી તેમણે મને મેંગલુરુ નેશનલ હાઈવે 66 પર કાર ચલાવવા કહ્યું હતું. અમે જ્યારે મેંગલુરુ નજીક પહોંચ્યા ત્યારે નદીના એક પુલ પર તેમણે કાર રોકવા જણાવ્યું હતું. તેઓ કારમાંથી નીચે ઉતર્યા અને હાથમાં મોબાઈલ લઈને ચાલતા થયા હતા. તેમણે મને કહ્યું કે, હું ચાલતો-ચાલતો આગળ આવું છું, તું પુલના સામે છેડે કાર લઈને ઉભો રહે."

CCDના શેરમાં ભારે ઘટાડો, માલિક ગુમ થતાં રોકાણકારો પરેશાન

ડ્રાઈવરે વધુમાં જણાવ્યું કે, "એક કલાક સુધી પણ જ્યારે મારા માલિક કાર સુધી આવ્યા નહીં તો હું પુલ પર તેમને શોધવા ગયો હતો. તેઓ ક્યાંય ન દેખાતાં મેં પરિવારને જાણ કરી હતી. પરિવારે મને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું."

પોર્ટ સિટી મેંગલુરુ બેંગલુરુથી પશ્ચિમમાં લગભગ 350 કિમી દૂર આવેલું છે. CCDના માલિક સિદ્ધાર્થ કર્ણાટકમાં 1999થી 2004 દરમિયાન મુખ્યમંત્રી પદે રહેલી ચૂકેલા અને યુપીએ-2 સરકારમાં વિદેશ મંત્રી(2009-2012) રહેલા વરિષ્ટ નેતા એસ.એમ. ક્રિશ્નાના સુપુત્ર છે. 

સિદ્ધાર્તે 18 માર્ચના રોજ શહેરની સોફ્ટવેર કંપની માઈન્ડટ્રીમાં રહેલી પોતાની 20 ટકા ભાગીદારી રૂ.980 પ્રતિ શેરના હિસાબે મુંબઈની લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને રૂ.3,300 કરોડમાં વેચી દીધી હતી. તેઓ ખાધમાં જઈ રહેલી સીસીડીને બચાવવા માગતા હતા. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news