Corona Update: દેશમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 58 લાખ પાર, 92 હજારથી વધુ લોકોના મૃત્યુ

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. સંક્રમિતોનો આંકડો હવે 58 લાખ પાર ગયો છે. છેલ્લા 24 કલાકમાં 86,052 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 1141 લોકોના મૃત્યુ થયા છે. જો કે સારા સમાચાર એ પણ છે કે 24 કલાકમાં 81,177 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 58,18,571 પર પહોંચી છે. જેમાંથી  9,70,116 લોકો હજુ  પણ સારવાર હેઠળ છે. જ્યારે 47,56,165 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 92290 લોકોના મૃત્યુ થયા છે. 
Corona Update: દેશમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 58 લાખ પાર, 92 હજારથી વધુ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. સંક્રમિતોનો આંકડો હવે 58 લાખ પાર ગયો છે. છેલ્લા 24 કલાકમાં 86,052 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 1141 લોકોના મૃત્યુ થયા છે. જો કે સારા સમાચાર એ પણ છે કે 24 કલાકમાં 81,177 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 58,18,571 પર પહોંચી છે. જેમાંથી  9,70,116 લોકો હજુ  પણ સારવાર હેઠળ છે. જ્યારે 47,56,165 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 92290 લોકોના મૃત્યુ થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાનો રિકવરી રેટ 81.74ટકા છે. જ્યારે એક્ટિવ દર્દી 16.67 ટકા અને ડેથ રેટ 1.58 ટકા છે. પોઝિટિવિટી રેટ 5.76 ટકા છે. ICMRના જણાવ્યાં મુજબ 24 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 6 કરોડ 89 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી 15 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું. 

આ બધા વચ્ચે દિલ્હીમાં કોવિડ-19ના 3834 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા હવે 2.60 લાખ થઈ ગઈ છે. સંક્રમણથી 36 વધુ દર્દીઓના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક 5123 થયો છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય બુલેટિન મુજબ દેશની રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા  2,60,623 થઈ છે. 

ગુજરાત કોરોના અપડેટ, 1408 નવા કેસ
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે.  આજે રાજ્યમાં 1408 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1510 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,09,211 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,904 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 952.37 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40,48,274 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1408 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1510 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,09,211 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.69% ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news