આજે ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે

આજે ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે
  • બપોરે બિહારની ચૂંટણની તારીખો જાહેર કરશે. આ સાથે જ ગુજરાતની પેટાચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે
  • ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણીની જાહેરાત થશે

ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્રીય ચૂંટણી પંચ આજે વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પરની પેટા ચૂંટણીની આજે જાહેરાત કરી શકે છે. ત્યારે સૌની નજર તેના પર છે. કોરોના મહામારીને કારણે પેટાચૂંટણીઓ પાછળ ઠેલાઈ હતી. ત્યારે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ બપોરે બિહારની ચૂંટણની તારીખો જાહેર કરશે. આ સાથે જ ગુજરાતની પેટાચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. 

કોરોના મહામારી વચ્ચે ચૂંટણી કેવી રીતે યોજાશે 
આજે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભાની 8 બેઠકો ખાલી પડી હતી. કોરોનાની મહામારી વચ્ચે કેવી રીતે ચૂંટણી કરાવવી, કેટલા તબક્કામાં કરાવવી, મતદાનમાં શુ વ્યવસ્થા રાખવી એ પડકાર રૂપ છે. સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે થાય એ તમામ પર ચર્ચા કરવામાં આવશે. આજે ચૂંટણીની તારીખોની જાહેરાત પછીની કાર્યવાહી અંગે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. 

ક્યાં ક્યાં ચૂંટણી થશે 
ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણીની જાહેરાત થશે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. 

ભાજપ ચૂંટણી માટે તૈયાર છે. 
એક તરફ ભાજપની તૈયારીઓ પૂરી થઈ છે. ભાજપ સંગઠનની બેઠકો ચાલી રહી છે. સાથે જ કોર કમિટીની બેઠક પણ ચાલી રહી છે. ત્યારે સંગઠનના હોદ્દેદારો સાથે ચૂંટણીની કામગીરીની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. 
ભાજપે કહ્યું કે, તેઓ સંપુર્ણ રીતે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news