Corona Update: ભારતમાં પણ સતત વધી રહ્યા છે કોરોનાના નવા સ્ટ્રેનના કેસ, જાણો લેટેસ્ટ સ્થિતિ
બ્રિટનથી પાછા ફરેલા મુસાફરોમાંથી કોરોનાના નવા સ્ટ્રેનના વધુ 20 કેસ મળી આવતા હવે ભારતમાં નવા સ્ટ્રેનના કુલ કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં આમ જોવા જઈએ તો કોરોનાનો પ્રકોપ ઘટતો જણાઈ રહ્યો છે. પરંતુ બ્રિટનમાં ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્રેને (new strain of the novel Coronavirus ) હવે ભારતમાં પગપેસારો કરી નાખતા નવા સ્ટ્રેનના કેસ વધી રહ્યા છે. નવો સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાતો હોવાથી જોખમી છે. જેને કારણે ભારતમાં પણ તે ચિંતાનું કારણ બની ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ યુકેથી પાછા ફરેલા લોકોમાંથી કોરોનાના નવા સ્ટ્રેનના વધુ 20 કેસ મળી આવતા હવે ભારતમાં આ નવા સ્ટ્રેનના કુલ 58 કેસ થયા છે. આ નવા 20 કેસ પુણેની NIV લેબ(NIV Pune Lab) માં સામે આવ્યાં છે. આ બાજુ અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના કુલ 1,03,56,845 કેસ નોંધાયા છે.
નવા સ્ટ્રેનના નવા 20 કેસ
બ્રિટનથી પાછા ફરેલા મુસાફરોમાંથી કોરોનાના નવા સ્ટ્રેનના વધુ 20 કેસ મળી આવતા હવે ભારતમાં નવા સ્ટ્રેનના કુલ કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન સૌથી પહેલા બ્રિટનમાં મળી આવ્યો હતો. આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 10 કેસ બેંગલુરુના NIMHANSમાં, 3 કેસ હૈદરાબાદના CCMB, 5 કેસ પુણેના NIV, 11 કેસ દિલ્હીના IGIB, 8 કેસ નવી દિલ્હીની NCDC અને એક કેસ કોલકાતાની NCBGમાં મળી આવ્યા હતા.
ઓન ડ્યૂટી DSP પુત્રીને પોલીસ ઈન્સ્પેક્ટર પિતાની સેલ્યૂટ, ભાવુક કરી નાખે તેવા PHOTOS
The total number of cases infected with the new strain of the novel Coronavirus first reported in the UK now stands at 58: Union Health Ministry pic.twitter.com/o9hadPPBrl
— ANI (@ANI) January 5, 2021
આ દેશોમાં છે નવા કોરોના સ્ટ્રેનનો કેર
બ્રિટનમાંથી શરૂઆત થયા બાદ ડેન્માર્ક, ભારત, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનોન, સિંગાપુર જેવા દેશોમાં પણ કોરોનાના આ નવા સ્ટ્રેને કેર વર્તાવવા માંડ્યો છે. અનેક દેશોએ યુકેથી આવતી અને જતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ પણ મૂક્યા છે.
PHOTOS: 'કાગળનો એક ટુકડો' બન્યું મોતનું કારણ? મહિલા ડોક્ટરે પહેલા પુત્રનો જીવ લીધો, પછી કરી આત્મહત્યા
India reports 16,375 new COVID-19 cases, 29,091 recoveries, and 201 deaths in last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,03,56,845
Active cases: 2,31,036
Total recoveries: 99,75,958
Death toll: 1,49,850 pic.twitter.com/FpHMvaqjDG
— ANI (@ANI) January 5, 2021
ભારતમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 16,375 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 1,03,56,845 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2,31,036 લોકો સારવાર હેઠળ છે અને 99,75,958 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 201 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 1,49,850 પર પહોંચી ગયો છે. કોરોનાનો રિકવરી રેટ 96.32 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુદર 1.45 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે