ગુજરાત બજેટ 2020: 3 નવી મેડિકલ કોલેજોની કરાઈ જાહેરાત, જાણો કયા શહેરોમાં બનશે

ગુજરાતના 2020-21ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતના નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે સરકારે બજેટમાં કુલ 11243 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજયમાં લોકપ્રિય થયેલ મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અંદાજે 77 લાખ કુટુંબની નોંધણી થયેલ છે અને અત્યાર સુધી 3710 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે 25 લાખથી વધુ કલેઈમનો લાભાર્થીઓને લાભ આપ્યા, જે માટે રૂ. ૧૧૦૫ કરોડની જોગવાઇ કરી છે.

Updated By: Feb 26, 2020, 04:35 PM IST
ગુજરાત બજેટ 2020: 3 નવી મેડિકલ કોલેજોની કરાઈ જાહેરાત, જાણો કયા શહેરોમાં બનશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના 2020-21ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતના નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે સરકારે બજેટમાં કુલ 11243 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજયમાં લોકપ્રિય થયેલ મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અંદાજે 77 લાખ કુટુંબની નોંધણી થયેલ છે અને અત્યાર સુધી 3710 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે 25 લાખથી વધુ કલેઈમનો લાભાર્થીઓને લાભ આપ્યા, જે માટે રૂ. ૧૧૦૫ કરોડની જોગવાઇ કરી છે.

લાખ પ્રયાસો છતાં આખરે ટ્રમ્પ-મોદીના રોડ શોમાં વચ્ચે આવી ગયું હતું કૂતરું... પછી તો....

આ ઉપરાંત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે રૂ. 450 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરી વિસ્તારના નાગરિકોને ઝડપી સારવાર મળી રહે, સગર્ભા મહિલાઓની નિયમિત આરોગ્ય તપાસ થાય, જરૂરી માર્ગદર્શન અપાય, સમયસર જરૂરી પોષક આહાર અપાય, બાળકોનું સંપૂર્ણ રસીકરણ થાય અને ઇન્દ્રધનુષ કાર્યક્રમનો 100 ટકા અમલ થાય તે માટે શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે. જેનો વ્યાપ વધારવા 10,૦૦૦ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાની હું જાહેરાત કરું છું તેવું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું. આ અર્બન હેલ્થ સેન્ટરમાં એમબીબીએસ કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ.80 કરોડની જોગવાઇ કરાઈ છે. 

મોટો લોચો... સ્ટીકર મારીને સરકારે ખેડૂતોની આત્મહત્યાના સાચા જવાબો છુપાવ્યા

3 નવી મેડિકલ કોલેજ મળશે
કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમજ એમ.બી.બી.એસ ની હયાત સીટમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજોની જાહેરાત કરી છે. જેમાં નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે શરૂ કરવાની મંજૂરી આપી છે. જેથી હવે રાજ્યમાં કુલ ૩૨ મેડિકલ કોલેજો થશે. આ ત્રણેય શહેરોની હયાત સરકારી હોસ્પિટલોને મેડિકલ કોલેજ સમકક્ષ બનાવવા અને નવી કોલેજ, હોસ્ટેલ વગેરેના નિર્માણ માટે જોગવાઈ રૂ.૧૨૫ કરોડ ફાળવાયા છે. પીડીયુ કોલેજ, રાજકોટ તથા મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે એમબીબીએસની 100 અને અનુસ્નાતકની 64 સીટનો વધારો કરવાના આનુષંગિક કામો માટે 73  કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. 

સાહિત્યકાર માયાભાઈ આહીરને ત્યાં લગ્ન પ્રસંગમાં કોઈએ કર્યું ફાયરિંગ, ને ગોળી વાગી ઢોલ વગાડનારાને....

આરોગ્ય ક્ષેત્રે અન્ય જાહેરાતો

  • વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે 180 કરોડ રૂપિયાના ખર્ચે 600 પથારીની નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરાઈ, જેના માટે 50 કરોડની જોગવાઈ કરાઈ. 
  • મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ પીએચસી ખાતે લોહીના નમૂનાની નિ:શુલ્ક તપાસ માટે આધુનિક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટે રૂ. 7 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • રાજ્યની લોકપ્રિય 108 એબ્યુલન્સ સેવાને સુદઢ કરવી નવી 150એ ખરીદવા 27 કરોડ રૂપિયાની જોગવાઈ. 
  • જસદણ, ધ્રોળ, દહેગામ, માણાવદર, હાલોલ, સોનગઢ અને ચીખલીમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા 21 કરોડની જોગવાઈ. 
  • જનરલ હોસ્પિટલ સિદ્ધપુર ખાતે કેન્સર કેરના સાધનો અને નડિયાદ ખાતે એમઆરઆઇ મશીન વસાવવા 16 કરોડની જોગવાઇ 
  • કોટેજ હોસ્પિટલ ઉપલેટા અને જનરલ હોસ્પિટલ બીલીમોરા ખાતે આધુનિક હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવા 10 કરોડની જોગવાઇ
  • જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલમાં તબીબી ઉપકરણો અને ૧૦ એબ્યુલન્સ વસાવવા 8 કરોડની જોગવાઈ 
  • આરોગ્યની સેવાઓ માટે પાયાની અને અગત્યની કામગીરી કરતી આશા બહેનોને આગવી ઓળખ માટે યુનિફોર્મ સ્વરૂપે 2 સાડી પૂરી પાડવા માટે 4 કરોડ રૂપિયા જોગવાઈ
  • નવજાત શિશુની સઘન સારવાર માટે જ સરકારી હોસ્પિટલ ખાતે સીક નીઓનેટલ કેર યુનિટની ક્ષમતા વધારવા માટે રૂ.૨૨ કરોડની જોગવાઈ. 
  • મેડિકલ કોલેજ , સોલા અમદાવાદ ખાતે બેચલર ઇન ઓડીયોલોજી સ્પીચ એન્ડ લેગ્વજ પેથોલોજી કોર્સ શરૂ કરવા અને કોકલીયર ઈમ્પ્લાન્ટ સેન્ટરો કાર્યાન્વિત કરવા રૂ.૨ કરોડની જોગવાઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક