Coronavirus Vaccine: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આજે કરશે મોટી જાહેરાત!, જાણો વિગતો
આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન (Dr.Harsh vardhan) આજે જણાવશે કે કોરોનાની રસી (Corona Vaccine) ક્યારે આવશે અને તેનો પહેલો ડોઝ કોને અપાશે. દેશને કોરોનાની રસી મળવાનો પ્લાન આજે જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 65 લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી: આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન (Dr.Harsh vardhan) આજે જણાવશે કે કોરોનાની રસી (Corona Vaccine) ક્યારે આવશે અને તેનો પહેલો ડોઝ કોને અપાશે. દેશને કોરોનાની રસી મળવાનો પ્લાન આજે જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 65 લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આજે બપોરે એક વાગે દેશ સામે બધી વિગતો જાહેર કરશે. ભારતમાં 3 વેક્સિનની હ્યુમન ટ્રાયલ ચાલુ છે. જેમાંથી બે સ્વદેશી છે. બીજા દેશોમાં વિક્સિત થઈ રહેલી રસીઓ ઉપર પણ ભારત સરકારની નજર છે.
अगर #कोरोना वैक्सीन आया तो कैसे पहुंचेगा भारत की 140 करोड़ की आबादी तक?#OnlineClasses से बच्चों की आंखों को होने वाले नुकसान से क्या हैं बचाव के उपाय?
ऐसे कई रोचक सवालों के जवाब के लिए इंतज़ार कीजिए #SundaySamvaad का, आज दोपहर 1 बजे ।@MoHFW_INDIA @IndiaDST @moesgoi pic.twitter.com/Rto6WKHfsy
— Dr Harsh Vardhan (@drharshvardhan) October 4, 2020
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 75,829 નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 65,49,374 થઈ ગયો છે. જેમાંથી 9,37,625 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 55,09,967 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે.
કોરોનાથી મૃત્યુનો આંક એક લાખને પાર
દેશમાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુનો આંકડો હવે એક લાખને પાર ગયો છે. એક જ દિવસમાં કોરોનાથી 940 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,01,782 થયો છે. જો કે એક રાહતની વાત એ છે કે રિકવરી રેટ સતત વધી રહ્યો છે. દુનિયાભરમા રિકવરી રેટ મામલે ભારત ટોચ પર છે. આ રોગને માત આપવામાં સફળતા મેળવનારા વિશ્વભરના 21 ટકા લોકો ભારતમાં છે.
India's #COVID19 tally crosses 65-lakh mark with a spike of 75,829 new cases & 940 deaths reported in last 24 hours.
Total case tally stands at 65,49,374 including 9,37,625 active cases, 55,09,967 cured/discharged/migrated cases & 1,01,782 deaths: Union Health Ministry pic.twitter.com/SOSDBZl3Qn
— ANI (@ANI) October 4, 2020
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણના દુનિયામાં અત્યાર સુધી આવેલા કેસમાં 18.6 ટકા કેસ ભારતમાં છે. સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર ખુબ ઓછો છે. વૈશ્વિક સ્તરે ભારતનો સીએફઆર (મૃત્યુદર) 2.97 ટકા છે જ્યારે ભારતમાં 1.56 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે