લોકડાઉન: ઇબ્રાહિમ દરરોજ 800 લોકોને જમાડે છે, દેશવાસીઓને કરી રહ્યા છે આ અપીલ
ઇબ્રાહિમ મોતીવાલા રોજ 800 ખાવાના પેકેટ ગરીબ મજૂરો અને અસહાય લોકો માટે ભોજન તૈયાર કરાવે છે અને તેમની પાસે પહોંચાડે છે. ઇબ્રાહીમ મોતીવાલાની માનવતા માટે આ પહેલ પર ઝી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ સતત વધી રહ્યા છે. COVID-19 ના લીધે મહારાષ્ટ્રમાં લોકડાઉન અને કર્ફ્યૂ બંને લાગૂ છે. કોઇપણને ઘરમાંથી બહાર નિકળવાની પરવાનગી નથી. એવામાં મુંબઇમાં મોટી સંખ્યામાં મજૂરો ફસાયેલા છે. ઘણા મજૂરોને જમવાની પણ સમસ્યા છે.
આવા સંકટ સમયમાં મુંબઇમાં રહેનાર ઇબ્રાહિમ મોતીવાલા આ મજૂરો માટે ફરિશ્તા બનીને સામે આવ્યા છે. ઇબ્રાહિમ મોતીવાલા રોજ 800 ખાવાના પેકેટ ગરીબ મજૂરો અને અસહાય લોકો માટે ભોજન તૈયાર કરાવે છે અને તેમની પાસે પહોંચાડે છે. ઇબ્રાહીમ મોતીવાલાની માનવતા માટે આ પહેલ પર ઝી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી.
ઇબ્રાહિમ મોતીવાલાએ જણાવ્યું કે ''ભૂખ્યાઓને ભોજન ખવડાવી અને તરસ્યાઓને પાણી પીવડાવી અમે અલ્લાહને રાજી કરી રહ્યા છીએ. અલ્લાહ અમારી પાસે આ કામ કરાવી રહ્યો છે. અમારા આ કામથી જો અલ્લાહ રાજી થઇ જશે તો દુનિયા COVID-19ના આ પ્રકોપથી બચી જશે. અલ્લાહ તમામ ઉપર રહેમ કરશે.''
ઇબ્રાહીમ મોતીવાલા
આટલી મોટી સંખ્યામાં ખાવાના પેકેટ વેચવામાં કોઇની મદદ વિશે પૂછવામાં આવતાં ઇબ્રાહીમ મોતીવાલાએ કહ્યું કે ''અત્યાર સુધી અમારી પાસે કોઇ સહયોગ ન હતો. અમારી સાથે તમામ સાધારણ લોકો જ છે. હું અને દિલ મોહમંદ ભાઇ મળીને 'અલ હિંદ વેલફેર ટ્રસ્ટ' ચલાવીએ છીએ. તેના દ્વારા અમે આમ કરવામાં સફળ રહ્યા છે. અમે લોકો જીવતા રહીશું ત્યાં સુધી કામ કરીશું.
ઇબ્રાહિમ મોતીવાલાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર પણ તેમના આ કામમાં પુરતો સહયોગ કરી રહ્યું છે. પોલીસ સ્ટેશનથી તેમની ટીમને 2 પાસ મળ્યા છે. પાસ દ્વારા તે લોકોને જમવાનું વહેચવાનું કામ કરી શકે છે.
આ ઉપરાંત ઇબ્રાહિમ મોતીવાલાએ દેશવાસીઓને અપીલ કરતાં કહ્યું કે ''જે લોકો પાસે કોઇ કામ નથી તે લોકો ઘરે જ રહે. ગલીઓમાં ન ફરે. જો બહાર કોઇ સામાન ખરીદવા માટે નિકળે છે તો સામાન લઇને તાત્કાલિક ઘરમાં જતા રહે. ગલીમાં ભીડ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે