J&K અંગે ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક, ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ બેઠકમાં સામેલ 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ને લઈને ઉચ્ચ સ્તરની બેઠક કરી રહ્યાં છે. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) કેન્દ્રીય ગૃહ સચિવ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ સામેલ છે.

J&K અંગે ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક, ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ બેઠકમાં સામેલ 

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ને લઈને ઉચ્ચ સ્તરની બેઠક કરી રહ્યાં છે. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) કેન્દ્રીય ગૃહ સચિવ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ સામેલ છે. JKમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો હટાવાયા બાદ પાકિસ્તાન દ્વારા વારંવાર રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયત્નો થવા છતાં 40 દિવસ પછી પણ સુરક્ષા દળોએ સ્થિતિ પર નિયંત્રણ રાખ્યું છે. 

રાજ્ય પ્રશાસન અને સેનાના જણાવ્યાં મુજબ નાગરિકો પર છૂટા છવાયા આતંકી હુમલાઓ અને પથ્થરબાજીની કેટલીક ઘટનાઓને બાદ કરતા કાશ્મીર ઘાટીમાં શાંતિપૂર્ણ સ્થિતિ રહી છે. સંસદે 6 ઓગસ્ટના રોજ બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને આપેલો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો હતો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજન કરી દીધુ હતું. 

કેન્દ્રના આ ઐતિહાસિક નિર્ણય બાદ હિંસાના ડરે જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રીતે સુરક્ષા વધારાઈ હતી. જેમાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોના 28000 વધુ જવાનો તહેનાત કરાયા હતાં. અનેક પ્રતિબંધો લાગુ કરાયા હતાં, જો કે મોટાભાગના પ્રતિબંધો હટાવી દેવાયા છે. પરંતુ સુરક્ષા દળોએ શાંતિ ભંગ કરવાના પ્રયત્નોની મોટી ઘટનાઓ ઘટવા દીધી નથી. 

જુઓ LIVE TV

પાકિસ્તાન કરી રહ્યું છે વારંવાર યુદ્ધવિરામનો ભંગ
જમ્મુ અને કાશ્મીરના આંતરિક વિસ્તારોમાં હિંસા સિમિત રહી છે પરંતુ પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને આતંકીઓને ઘૂસણખોરી કરાવવાના પ્રયત્નોના કારણે નિયંત્રમ રેખા પર સૈન્ય ગતિવિધિ વધી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યાં મુજબ પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનો ભંગ ભારતમાં ઘૂસણખોરીના પ્રયત્નો કરી રહેલા આતંકીઓને કવર ફાયરિંગ આપવા માટે કરતું રહે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news