PM મોદીના ભાષણથી ચીનમાં ખળભળાટ, 'ભૂમાફિયા' દેશ કરવા લાગ્યો 'મિત્રતા'ની વાતો 

લદાખ હિંસા (Ladakh Clash) બાદથી ભારત-ચીન (India-China) વચ્ચેના સંબંધમાં તણાવ છે અને ચીન સમયાંતરે એ સાબિત પણ કરી રહ્યું છે કે તે સુધરવાનું નથી. જો કે હવે એકદમથી તે મિત્રતાનો રાગ આલાપવા લાગ્યું છે. જેનું કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર આપેલું જોશભર્યું ભાષણ. 
PM મોદીના ભાષણથી ચીનમાં ખળભળાટ, 'ભૂમાફિયા' દેશ કરવા લાગ્યો 'મિત્રતા'ની વાતો 

નવી દિલ્હી: લદાખ હિંસા (Ladakh Clash) બાદથી ભારત-ચીન (India-China) વચ્ચેના સંબંધમાં તણાવ છે અને ચીન સમયાંતરે એ સાબિત પણ કરી રહ્યું છે કે તે સુધરવાનું નથી. જો કે હવે એકદમથી તે મિત્રતાનો રાગ આલાપવા લાગ્યું છે. જેનું કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર આપેલું જોશભર્યું ભાષણ. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં ઈશારા ઈશારામાં ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે તેની નાપાક હરકતોનો આગળ પણ આ જ રીતે જડબાતોડ જવાબ આપવામાં આવશે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે, "ભારતના સાર્વભૌમત્વનું સન્માન અમારા માટે સર્વોચ્ચ છે. LOCથી લઈને LAC સુધી, જ્યારે પણ કોઈએ અમને પડકાર ફેંક્યો છે, અમારા સૈનિકોએ તેમને બરાબર જવાબ આપ્યો છે."

PM મોદીના આ ભાષણ બાદ થથરી ગયેલું ચીન હવે બંને દેશો વચ્ચે સારા સંબંધોની દુહાઈ આપી રહ્યું છે. ચીની વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે ચીન ભારત સાથે પરસ્પર વિશ્વાસ અને સંબંધોને મજબુત કરવા માંગે છે અને મતભેદોને બરાબર રીતે પહોંચવા તૈયાર છે. 

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીન-ભાર સંબંધોથી ફક્ત બે દેશોને ફાયદો થશે અને સ્થિરતા તથા સકારાત્મક ઉર્જા વધશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ચીન ભારત સાથે પરસ્પર રાજનીતિક વિશ્વાસને મજબુત કરવો, મતભેદોને યોગ્ય રીતે ઉકેલ લાવવો, વ્યવહારિક અને દ્વિપક્ષીય સંબંધોને મજબુત કરવાનું ચાલુ રાખશે. 

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં લદાખ હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતાં. આ હિંસક ઘર્ષણમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા પરંતુ તેણે આજ સુધી આ સચ્ચાઈ સ્વીકારવાની હિંમત દેખાડી નથી. ચીન તરફથી એ પણ જણાવાયું નથી કે ગલવાન ખીણમાં પોતાની કરતૂત બદલ તેના કેટલા સૈનિકોનો ભોગ લેવાયો. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનનું નામ નહતું લીધુ પરંતુ ઈશારા ઈશારામાં સ્પષ્ટ કરી દીધુ કે ભારત તેની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. 

રક્ષામંત્રીએ પણ ચેતવ્યાં હતાં
PM મોદી અગાઉ રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ચીનને ચેતવ્યું હતું. તેમણે સ્વતંત્રણતા દિવસની પૂર્વ સંધ્યા પર પરોક્ષ રીતે ચીન પર હુમલો કરતા કહ્યું હતું કે જે કોઈ ભારતની ભૂમિ પર કબ્જો કરવાની નાપાક હરકત કરશે તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે. સિંહે સુરક્ષાદળોને સંબોધિત કરતા કહ્યું હતું કે આજે દેશને ભરોસો છે કે  જ્યાં સુધી તમે લોકો (સૈનિકો) તૈનાત છો,કોઈ પણ આપણી જમીન પર એક ઈંચ પણ કબ્જો જમાવી શકે તેમ નથી. જો કોઈએ આમ કર્યું તો તેણે ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. અમે જડબાતોડ જવાબ આપવાનું જાણીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news