દેશમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 18552 નવા કેસ નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા જણાવે છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18552 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 383 લોકોના મોત થયા છે. 
 

દેશમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 18552 નવા કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના શનિવારના આંકડા પ્રમાણે અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18552 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાયરસની ઝપેટમાં 384 લોકોના મૃત્યુ થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 5,08,953 થઈ ચુકી છે. તેમાંથી 197387 એક્ટિવ કેસ છે, જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધી 15,685 લોકોના મૃત્યુ થયા છે. સારી વાત તે છે કે કોરોના સંક્રમિત  295881 દર્દીઓ સાજા થયા છે. 

દિલ્હીમાં સ્થિતિ વધુ ખરાબ
તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી દેશના તે ભાગમાં સામેલ છે, જ્યાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના વાયરસના મામલામાં દરરોજ ઉછાળ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસના ત્રણ હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. શુક્રવારના આંકડા પ્રમાણે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 3460 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 77240 સુધી પહોંચી ચુકી છે. 

મહારાષ્ટ્રની સ્થિતિ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી પાંચ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં નવા 5024 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં  152765 કેસ નોંધાયા છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાથી કેટલા મોત?
આ સિવાય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વધુ 175 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક 7106 પર પહોંચી ગયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news