ગુજરાતથી મહારાષ્ટ્ર જવું હોય તો સાથે રાખવો પડશે કોરોનાનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ

મહારાષ્ટ્ર સરકારે સોમવારે આદેશ જારી કર્યો છે કે, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવાના આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ વાળા લોકો જ રાજ્યમાં પ્રવેશ કરી શકશે.

Updated By: Nov 23, 2020, 06:31 PM IST
ગુજરાતથી મહારાષ્ટ્ર જવું હોય તો સાથે રાખવો પડશે કોરોનાનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે સોમવારે આદેશ જારી કર્યો છે કે, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવાના આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ વાળા લોકો જ રાજ્યમાં પ્રવેશ કરી શકશે. ઉલ્લેખનીય છે કે આ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તો મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો પ્રકોપ યથાવત છે. પ્રદેશમાં રવિવારે કોરોનાના 5753 નવા દર્દી સામે આવ્યા અને 50 લોકોના મોત થયા હતા. પ્રદેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 17,80,208 સુધી પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 81,512 છે, જ્યારે 16,51,064 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે. કુલ 46623 સંક્રમિતોના કોરોનાને કારણે મોત થયા છે. 

ગુજરાતથી મહારાષ્ટ્ર જવાનું હોય તો કરાવજો કોરોના ટેસ્ટ
મહારાષ્ટ્રના આદેશ અનુસાર ગુજરાત, ગોવા, રાજસ્થાન અને દિલ્હીથી જે પણ વ્યક્તિ મહારાષ્ટ્ર જશે તો તેણે કોરોના ટેસ્ટ કરાવ્યાનો આરટી-પીસીઆર રિપોર્ટ સાથે રાખવો પડશે. જો રિપોર્ટ નહીં હોય તો તેને પ્રદેશમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 

તો દિલ્હી તથા મુંબઈ વચ્ચે વિમાન તથા રેલ સેવાઓ રોકવા પર પણ મહારાષ્ટ્ર સરકાર વિચાર કરી રહી છે. પરંતુ રાજ્ય તરફથી હજુ આવો કોઈ પ્રસ્તાવ કેન્દ્રને મોકલવામાં આવ્યો નથી. દિલ્હીમાં વધતા કેસને જોઈ સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સંજય કુમાર પ્રમાણે, મુંબઈમાં કોરોનાના કેસમાં કમી આવી છે, જ્યારે દિલ્હીમાં કેસ વધી રહ્યા છે. તેવામાં મુંબઈમાં બીજીવાર કોરોનાની લહેર ન શરૂ થાય તેને ધ્યાનમાં રાખવા દિલ્હીથી આવતા વિમાનો અને ટ્રેનને રોકવાનો પ્રસ્તાવ મળ્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube