હવાઈ તાકાતઃ ફ્રાન્સનું શક્તીશાળી રાફેલ જેટ સોંપાયું ભારતીય વાયુસેનાને

ભારતના વાઈસ એરચીફ માર્શલ વી.આર. ચૌધરીને આ રાફેલ વિમાન સોંપવામાં આવ્યું હતું. રાફેલ મળ્યા પછી તેમણે જાતે આ વિમાન 1 કલાક સુધી ઉડાવ્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 8 ઓક્ટોબરના રોજ જ્યારે ફ્રાન્સના પ્રવાસે જશે ત્યારે રાફેલ જેટને ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. 

હવાઈ તાકાતઃ ફ્રાન્સનું શક્તીશાળી રાફેલ જેટ સોંપાયું ભારતીય વાયુસેનાને

નવી દિલ્હીઃ સંરક્ષણ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ફ્રાન્સમાં ગુરૂવારે ભારતીય વાયુસેનાને(Indian Air Force) રાફેલ(Rafael) બનાવતી કંપની ધસોલ્ટ એવિએશન(Dassault Aviation) દ્વારા પ્રથમ રાફેલ જેટ સોંપવામાં આવ્યો હતો. ભારતના વાઈસ એરચીફ માર્શલ વી.આર. ચૌધરીને આ રાફેલ વિમાન સોંપવામાં આવ્યું હતું. રાફેલ મળ્યા પછી તેમણે જાતે આ વિમાન 1 કલાક સુધી ઉડાવ્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી(Defence Minister) રાજનાથ સિંહ(Rajnath Sinh) 8 ઓક્ટોબરના રોજ જ્યારે ફ્રાન્સના પ્રવાસે જશે ત્યારે રાફેલ જેટને ઔપચારિક રીતે ભારતીય વાયુ સેના(IAF)માં સામેલ કરવામાં આવશે. 

8 ઓક્ટોબરે વાયુસેના દિવસ(Airforce Day) પણ છે અને સાથે જ દશેરા પણ છે. ફ્રાન્સમાં યોજાનારા કાર્યક્રમમાં બંને દેશના સંરક્ષણ મંત્રી અને સંરક્ષણ મંત્રાલયના ટોચના અધિકારીઓ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર, 2016માં ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ વિમાન ખરીદીનો સોદો થયો હતો. આ વિમાનોની કિંમત 7.87 બિલિયન યુરો સુધી નક્કી થઈ હતી. 

રાફેલ વિમાન ભારત સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. કેમ કે તેની વિસ્તૃત તપાસ અને પાઈલટ ટ્રેનિંગમાં ઘણો સમય લાગે છે. ભારતમાં મે, 2020 સુધી રાફેલ વિમાન આવશે. ભારતીય વાયુસેનામાં રાફેલ જેટના સમેલ થવાની સાથે જ વાયુસેનાની ક્ષમતા અનેક ગણી વધી જશે. તે હવાઈ ક્ષેત્રમાં ગેમચેન્જર સાબિત થશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news