મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત વચ્ચે કોણે કરાવી દોસ્તી? જાણો પડદા પાછળની કહાની
ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન કરાવામાં ભાજપના યુવાન અને પ્રતિભાશાળી સાંસદ અનુરાગ ઠાકુરે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભાજપ હાઈ કમાન્ડે દુષ્યંતને રાજી કરવાની જવાબદારી 45 વર્ષના અનુરાગ ઠાકુરને સોંપી હતી. અનુરાગ ઠાકુર ભાજપમાં એક સારા મેનેજર માનવામાં આવે છે. આપ સૌ જાણો છો કે, અનુરાગ બીસીસીઆઈમાં પણ મહત્વનું પદ સંભાળી ચૂક્યા છે. સાથે જ વિવિધ પાર્ટીના યુવા નેતાઓ સાથે પણ તેમને સારા સંબંધ છે.
Trending Photos
નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપ અને જેજેપી(જનનાયક જનતા પાર્ટી) ભેગા મળીને સરકાર બનાવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને જેજેપીના પ્રમુખ દુષ્યંત ચૌટાલા વચ્ચે થયેલી બેઠક પછી આ ગઠબંધન પાકું થયું છે. ભાજપ અપક્ષોના સમર્થન સાથે બહુમતના આંકડા પર પહોંચતી હતી, પરંતુ સ્થિર સરકાર માટે ગઠબંધન કરાયું છે. જોકે, સૌને આશ્ચર્ય એ થયું છે કે, મનોહર લાલ ખટ્ટર સામે ચૂંટણી લડનારા દુષ્યંત ચૌટાલા આખરે તેમની સાથે બેસવા કેવી રીતે તૈયાર થયા?
ભાજપના આ દૂતે કર્યું કામ
ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન કરાવામાં ભાજપના યુવાન અને પ્રતિભાશાળી સાંસદ અનુરાગ ઠાકુરે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભાજપ હાઈ કમાન્ડે દુષ્યંતને રાજી કરવાની જવાબદારી 45 વર્ષના અનુરાગ ઠાકુરને સોંપી હતી. અનુરાગ ઠાકુર ભાજપમાં એક સારા મેનેજર માનવામાં આવે છે. આપ સૌ જાણો છો કે, અનુરાગ બીસીસીઆઈમાં પણ મહત્વનું પદ સંભાળી ચૂક્યા છે. સાથે જ વિવિધ પાર્ટીના યુવા નેતાઓ સાથે પણ તેમને સારા સંબંધ છે.
#WATCH Delhi: Minister of State (MoS) for Finance and BJP leader Anurag Thakur & Jannayak Janata Party (JJP) Dushyant Chautala arrive at the residence of Union Home Minister and BJP President Amit Shah. #HaryanaAssemblyPolls pic.twitter.com/VqiRRxgYO8
— ANI (@ANI) October 25, 2019
સૂત્રો અનુસાર દુષ્યંત જ્યારે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે અનુરાગ ઠાકુર સાથે સંપર્ક થયો હતો. આ દોસ્તીના આધારે જ અનુરાગ ઠાકુર શુક્રવારે સાંજે દુષ્યંતના ઘરે પહોંચ્યા હતા અને તેને વિધાનસભા ચૂંટણીમાં વિજયી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર પછી ભાજપ સાથે સરકાર બનાવવા માટે દુષ્યંતને રાજી કરી લીધો. થોડી વાતચીત પછી અનુરાગ ઠાકુર જાતે જ દુષ્યંતને પોતાની કારમાં લઈને અમિત શાહના ઘરે પહોંચ્યા. અહીં સરકારની રૂપરેખા અને ગઠબંધનની સંપૂર્ણ ડીલ ફાઈનલ થઈ. વાટાઘાટો પછી 31 વર્ષનો દુષ્યંત 65 વર્ષના મનોહર લાલ ખટ્ટર સાથે સરકાર બનાવવા રાજી થઈ ગયો.
ભાજપ અને જેજેપીનું આ ગઠબંધન લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ અંતર્ગત બન્યું છે. ભાજપના અમિત શાહે પત્રકાર પરિષદમાં જ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, ભાજપના મુખ્યમંત્રી અને જેજેપીના નાયબ મુખ્યમંત્રી હશે. સૂત્રો અનુસાર જેજેપીએ ચૂંટણીમાં જે વચન આપ્યા હતા તેને પુરા કરવા ભાજપે તૈયારી દર્શાવી છે. સાથે જ જાન્યુઆરીમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન જાટ વોટનો ફાયદો ભાજપને કરાવાનું જેજેપી પાસેથી વચન લેવાયું છે. દિલ્હીમાં લગભગ 28 લાખ જાટ મતદાર છે. આ રીતે, ભાજપે એક કાંકરે બે પક્ષી મારી લીધા છે.
અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, કોંગ્રેસ પાસે હરિયાણામાં દિપેન્દ્ર સિંહ હુડ્ડા જેવા યુવાન નેતા છે, પરંતુ તે આગળ વધીને દુષ્યંતને પોતાની સાથે લાવી શખ્યા નહીં. 41 વર્ષના દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ વિદેશમાં અભ્યાસ કરેલો છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે