આચાર સંહિતાનું ઉલ્લંઘન: PM મોદી, શાહ, રાહુલ મામલે ચૂંટણી પંચની બેઠક શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી પર ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચની બેઠક શરૂ થઇ ગઇ છે. મુખ્ય ચૂંટણી કમિશનર, બંને ચૂંટણી કમિશનર સહિત પંચના બધા સીનિયર અધિકારી બેઠકમાં હાજર છે.

આચાર સંહિતાનું ઉલ્લંઘન: PM મોદી, શાહ, રાહુલ મામલે ચૂંટણી પંચની બેઠક શરૂ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી પર ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચની બેઠક શરૂ થઇ ગઇ છે. મુખ્ય ચૂંટણી કમિશનર, બંને ચૂંટણી કમિશનર સહિત પંચના બધા સીનિયર અધિકારી બેઠકમાં હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અમિત શાહને પંચ નોટિસ મોકલી જવાબ માગી શકે છે.

આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, માયાવતી, મેનકા ગાંધી અને આઝમ ખાનની સામે પણ આચાર સંહિતા ભંગના મામલે પંચ કાર્યવાહી કરી ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે, PM મોદી પર ચૂંટણી ભાષણ દરમિયાન સૈનાએ પરાક્રમના નામ પર વોટ માગવાનો આરોપ છે. તો રાહુલ ગાંધી પર પ્રધાનમંત્રી મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરવા અને અમિત શાહને મર્ડરર કહેવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે પંચ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા માટે મંગળવાર અને બુધવારે બેઠક કેર છે.

આ સાથે જ ચૂંટણી પંચ મંગળવારે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની સંભવિત તારીખો પર પણ ચર્ચા કરી શકે છે. રાજ્યમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકશે નહીં. કેમકે, ગૃહ મંત્રાલયે એક સાથે ચૂંટણી કરવાના કાયદા તેમજ વ્યવસ્થાની મુશ્કેલીઓ ઉભી થવાનો આધાર આપ્યો છે. પંચની બેઠક એવા દિવસે થઇ રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટ એક કોંગ્રેસ સાંસદની અરજી પર સુનાવણી કરશે જેમાં ચૂંટણી સમિતિ નિકાયને મોદી અને શાહની સામે ફરિયાદ પર કોઇ વિંલબ કર્યા વગર નિર્ણય લેવાના આદેશની માગ કરી છે.

તેના વિશે પુછવા પર એક અન્ય ચૂંટણી કમિશનર સંદીપ સક્સેનાએ કહ્યું કે, ચૂંટણી પંચની બેઠકનો એજન્ડા ગત અઠવાડીએ જ નક્કી થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના લાતૂરના ઔસામાં 9 એપ્રિલની એક રેલીમાં મોદીએ યુવા મતદાતાઓથી બાલાકોટ હવાઇ હુમલાના નાયકોના નામ પર વોટ આપવાની અપીલ કરી હતી.

માનવામાં આવે છે કે, મહારાષ્ટ્રમાં સ્થાનીય ચૂંટણી અધિકારીઓએ આ ચૂંટણી પંચથી કહ્યું છે કે, પ્રધાનમંત્રીની ટિપ્પ્ણીઓ પ્રથમ દ્રષ્ટીએ તેમના આદેશોનું ઉલ્લંઘન છે. જેમાં તેમણે પાર્ટીઓથી તેમાના પ્રચારમાં સશસ્ત્રનો ઉપયોગ ન કરવા માટે કહ્યું છે. પશ્ચિમ બંગાળમાં મોદીજીની વાયુ સેના પર શાહના કથિક નિવેદન પર પણ નિર્ણય મગંળવારે લેવામાં આવશે. રાહુલ ગાંધીની મોદીની સામે ચોકીદાર ચોર છે ટિપ્પણી પણ ચૂંટણી પંચની તપાસના ઘેરામાં છે અને તેના પર પણ મગંળવારના નિર્ણય આવશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news