લોકસભા ચૂંટણી 2019: લાગે છે કે નેહરુનો આત્મા રાહુલમાં આવી ગયો છે- અનિલ વિજ

કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી 2019 માટે મંગળવારે જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે તેના અંગે હરિયાણા સરકારમાં રહેલા મંત્રી અનિલ વિજે પ્રતિક્રિયા આપી હતી 

લોકસભા ચૂંટણી 2019: લાગે છે કે નેહરુનો આત્મા રાહુલમાં આવી ગયો છે- અનિલ વિજ

નવી દિલ્હીઃ હરિયાણાની સરકારમાં મંત્રી એવા અનિલ વિજે જણાવ્યું છે કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોઈને એવું લાગે છે જાણે કે જવાહર લાલ નેહરુનો આત્મા રાહુલ ગાંધીમાં પ્રવેશી ગયો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા મંગળવારે આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો હતો. 

ભાજપના નેતા અનિલ વિજે ટ્વીટ કરીને કહ્યું કે, "કાશ્મીરને ભારતથી અલગ પાડવાનો પ્રયાસ જવાહર લાલ નેહરુએ કર્યો હતો. એ સપનું પૂરું કરવાનો ઈરાદો કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત કર્યો છે."

Anil Vij gives Controversial statement on Congress manifesto

એક અન્ય ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, "કોંગ્રેસ રાજદ્રોહની ધારા સમાપ્ત કરવા માગે છે, જેથી લોકો પોતાના ઘરોમાં પાકિસ્તાનના ઝંડા લગાવે, પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવે અને તેમની સામે રાજદ્રોહનો કેસ પણ દાખલ ન થાય. કોંગ્રેસ ધારા 370ને સમાપ્ત કરવા માગતી નથી. આ ધારાએ જ કાશ્મીરને હિન્દુસ્તાનમાં ભળવા દીધું નથી."

અનિલ વિજે વધુમાં લખ્યું છે કે, "કોંગ્રેસનો મેનિફેસ્ટો આતંકવાદીઓને કેન્દ્રમાં રાખીને બનાવાયો છે, જેથી તે મજબૂત થઈ શકે. લોહીનું એક એક ટીપું વહી જશે, પરંતુ કોંગ્રેસના આ ઈરાદાને સફળ નહીં થવા દેવાય."

મંગળવારે આવ્યું કોંગ્રેસનું ઘોષણાપત્ર
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી 2019 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો મંગળવારે બહાર પાડ્યો હતો, જેમાં ગરીબોને ન્યુયતમ આય યોજના અંતર્ગત વાર્ષિક રૂ.72 હજાર આપવા અને ખેડૂતોની સ્થિતિ સુધારવા અલગ ખેડૂત બજેટ બનાવવા સહિત અનેક વચનો આપવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news