CM ઉદ્ધવે ઠાકરેએ CAA પર આપ્યું એવું નિવેદન, કોંગ્રેસ-NCPને પાક્કું લાગશે મરચાં

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે CAA કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવતો નથી.

CM ઉદ્ધવે ઠાકરેએ CAA પર આપ્યું એવું નિવેદન, કોંગ્રેસ-NCPને પાક્કું લાગશે મરચાં

મુંબઈ: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે CAA કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવતો નથી. પરંતુ તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં NRC લાગુ થશે નહીં. શિવસેના સાંસદ સંજય રાઉતને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે આ વાત કરી. તેમણે કહ્યું કે એનઆરસી કાયદો મહારાષ્ટ્રમાં લાગુ થવા દેવામાં નહીં આવે. જો કે મુખ્યમંત્રીએ નાગરિકતા કાયદા પર નરમ વલણ અપનાવતા કહ્યું કે આ કાયદો કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા છીનવતો નથી. 

મહાવિકાસ આઘાડીની સરકારના ચીફ એવા ઉદ્ધવ ઠાકરેએ એકવાર ફરીથી હિન્દુત્વનો નારો બુલંદ કર્યો છે. ઈન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે કહ્યું કે શિવસેનાએ હિન્દુત્વની પોતાની વિચારધારા છોડી નથી અને ન તો તેણે કોઈની સાથે સમાધાન કર્યું છે. સામનાના સંપાદક સંજય રાઉતને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે અમે હિન્દુત્વ છોડ્યું નથી. ગઠબંધન કર્યું છે તેનો અર્થ એ નથી કે અમે ધર્મ બદલી લીધો છે. આ ઈન્ટરવ્યું આવનારી 3.4 અને 5 તારીખે સામનામાં પ્રકાશિત થશે. 

જુઓ LIVE TV

બાળ ઠાકરેનો વારસો અપનાવવોની હોડ
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના રાજકારણમાં હિન્દુ હ્રદય સમ્રાટ કોણ છે તે સવાલ પર હવે એમએનએસ અને શિવસેનાની લડાઈ શરૂ થઈ ગઈ છે. એમએનએસ જોરશોરથી હિન્દુત્વ પર રાજકારણ રમી રહ્યું છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના થાણેમાં એક પોસ્ટર પણ લાગ્યું હતું જેમાં રાજ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ ગણાવવામાં આવ્યાં હતાં. હિન્દુત્વના આ રાજકારણનું બ્યુગલ ત્યારે ફૂંકાયું જ્યારે 23 જાન્યુઆરીએ એમએનએસએ ઝંડો, ચિન્હ અને નવી વિચારધારા સાથે મેદાનમાં એન્ટ્રી મારી. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પાર્ટીના નવા ઝંડાને લોન્ચ કર્યો. જે કેસરિયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news